"ગાર્બેજ ફ્રી" સિટી ફાઇવ સ્ટાર રેટિંગ મેળવવા વડોદરા કોર્પોરેશનની કસરત, લોકો પાસે વાંધા સુચન મંગાવ્યા

On: January 21, 2022 9:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 21 જાન્યુઆરી

વડોદરા શહેરના સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ અંતર્ગત “ગાર્બેજ ફ્રી” સિટીનું સ્ટાર રેટિંગ મેળવવા અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે.

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને ગાર્બેજ free સ્ટાર રેટિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અન્વયે સ્વચ્છ ભારત મિશન તથા ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર વડોદરા કોર્પોરેશન ને ફાઈવ સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી જાહેર કરવા માટે કોર્પોરેશનને કસરત હાથ ધરી છે.

ફાઈવ સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી જાહેર કરવા અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે મહત્વની કામગીરી હાથ ધરી છે જે અંગે ના વાંધા સુચન વડોદરા શહેરની જનતા પાસેથી મંગાવવામાં આવ્યા છે જે આગામી 15 દિવસમાં કોર્પોરેશનની કચેરીમાં લેખિતમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.

ફાઈવ સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી જાહેર કરવા માટે ની જે કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સોલીડ વેસ્ટ રુલ્સ વર્ષ 2016 મુજબ તમામ બલ્ક વેસ્ટ જનરેટર દ્વારા ઓન સાઈટ કોમ્પોસ્ટિંગ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં તમામ રહેણાંક તથા કોમર્શિયલ વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત જાહેર સ્થળો હોય કોમર્શિયલ કે રહેણાંક સોસાયટીઓમાંથી પણ સફાઇની કામગીરી કરવામાં આવે છે

જાહેર સ્થળો તથા કોમર્શિયલ સ્થળોએ ડસ્ટબીન(ગ્રીન એન્ડ બ્લૂ) મૂકવામાં આવ્યા છે તથા મટીરીયલ રિકવરી ફેસેલીટી સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે.

વડોદરા શહેરના તમામ રહેણાંક કોમર્શિયલ સંસ્થાકીય ઇમારતો ઇન્ડસ્ટ્રીયલ મિલકતો પાસેથી વેસ્ટ કલેકશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન ના યુઝર ચાર્જીસ ની વસુલાત સ્થળ પર દંડ અને પેનલ્ટી ચાર્જીસ ની વસુલાત કરવા અને ૭૫ માઈક્રોનથી ઓછી જાડાઇ વાળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત શહેરમાંથી ઉત્પન્ન થતાં ઘન કચરામાંથી વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ બાકી રહેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે લેન્ડફીલ સાઇટ ખાતે નિકાલ અને કન્સટ્રક્શન એન્ડ ડીમોલેશન ના રીસાઇકલ અને પ્રોસેસિંગ પ્લાન્ટ ની પણ સુવિધા ઉભી કરવામાં આવેલી છે.

શહેરીજનો માટે ગ્રિવન્સ રિડરેસલ સિસ્ટમ/ સ્વચ્છતા એપ ડાઉનલોડ મારફત ફરિયાદોના નિકાલ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જ ડમ્પ સાઇટ રીમેડીઈસન કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ સમગ્ર કામગીરી બાબત અંગે કોઈ પણ નાગરિકને વાંધા સૂચનો હોય તો દિન 15માં કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવા જણાવવામાં આવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!