[ad_1]

– ડીડોલીમાં
સર્જાયેલી ઘટનામાં લોકોએ બૂમાબૂમ કરી ડમ્પરને ઉભુ રખાવ્યુ પણ ત્યારે મોડુ થઇ ગયુ
હતુ
સુરત,:
ડીંડોલી
રોડ પર આજે સવારે બાઇકને ડમ્પરે ટક્કર માર્યા બાદ ડમ્પરચાલક યુવાનને 30થી40 ફુટ સુધી દુર ઘસડી ગયો હતો. જેમાં આધેડનું મોત થયુ હતુ.
પ્રાપ્ત
વિગત મુજબ ડીંડોલીના ખરવાસા રોડ પર સનસિટી રો હાઉસમાં રહેતા 45 વર્ષીય રમેશ શ્રીરામ
મહાજન આજે સવારે બાઇક પર કામે જવા નીકળ્યા હતા. તે સમયે ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે
રેતીના ડમ્પરચાલક અન્નુ રામ (રહે- કિમ)એ બાઇકને ટક્કર મારી હતી. જેમાં ડમ્પરચાલક
તેને 30થી40 ફુટ દુર ઘસડી ગયો હતો.
તેથી સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થવા વાહન ચાલકોએ બુમો પાડતા ડમ્પરને ઉભુ
રખાવ્યુ હતુ. જોકે ગંભીર ઇજા થતા રમેશનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.
જયારે લોકોએ ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હોવાનું સુત્રોએ કહ્યુ હતુ. નોધનીય
છે કે રમેશભાઇ મુળ મહારાષ્ટ્રના શિરપુરના વતની હતા. તે એસી અને ફ્રિઝ રિપેરીંગનું
કામ કરતા હતા. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ઘરી છે.
[ad_2]
Source link






