વડોદરા: ડભોઇનો બળાત્કાર કેસ: આરોપીને 20 વર્ષની કેદ

On: January 20, 2022 9:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 20

ચાર વર્ષ અગાઉ ડભોઇ બસ સ્ટેન્ડ પાસે રસોઈ પીરસવાનું કામ પતાવી પરત ઘરે જતી યુવતીને  બે શખ્સોએ જબરજસ્તીથી બાઈક ઉપર બેસાડી ખેતરમાં લઈ જઇ બળાત્કાર ગુજાર્યા અંગેનો બનાવ ડભોઈ પોલીસ મથકે નોંધાયો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આ ગુનામાં આરોપીઓને કસૂરવાર ઠેરવી સજા ફટકારતો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ભોગ બનનાર પીડિતા વર્ષ 2017 ઓકટોબર માસ દરમિયાન ડભોઇ ખાતેની વૈશાલી સોસાયટીમાં રસોઈ પીરસવાનું કામ કરી અન્ય સહકર્મીઓ સાથે ચાલતા-ચાલતા ઘરે પરત ફરી રહી હતી. તે સમયે રાત્રે નવ વાગ્યાના સુમારે ડભોઇ એસ.ટી ડેપો પાસે બાઈક ઉપર આરીફભાઈ હુસેનભાઇ મનસુરી (  રહે –  સુરજ ફળિયા, ડભોઇ, વડોદરા ) ઘસી આવ્યો હતો. અને પીડિતાનો હાથ પકડી બળજબરીથી બાઈક ઉપર બેસાડી વેગા ફાટક પાસે ખેતરમાં લઈ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં નિમેષભાઈ રફિકભાઈ તડવી ( રહે – રેલવે નવાપુરા, ડભોઇ, વડોદરા )એ બાઇક ચલાવી મદદગારી કરી હતી. જે અંગે ડભોઈ પોલીસ મથકે ઉપરોક્ત બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો , એટ્રોસિટી ,છેડતી, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ વડોદરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તથા સ્પેશિયલ જજ પોસ્કો અદાલત ન્યાયાધીશ આર ટી પંચાલની અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે મૌખિક તથા દસ્તાવેજી પુરાવાની ચકાસણી તથા બંને પક્ષના વકીલોની દલીલો બાદ આરોપી આરીફ ભાઈ મન્સૂરીને બળાત્કારના ગુનામાં કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25 હજારનો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ પોસ્કો હેઠળ કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા 25 હજાર દંડ નો હુકમ કર્યો હતો.જ્યારે એટ્રોસિટીની કલમમાં શકનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી નિમેષભાઈ તડવીને અપહરણ સહિતની કલમોમાં ગુનેગાર ઠેરવી ચાર વર્ષની સખત કેદની સજા તથા 01 હજાર રૂપિયાનો દંડનો ફેસલો કર્યો હતો. જ્યારે બળાત્કાર , છેડતી , પોસ્કો , એટ્રોસિટીની કલમોમાં તેમને શકનો લાભ આપી નિર્દોષ છોડ્યા હતા.આમ અલગ અલગ કલમો હેઠળની સજા આરોપીએ એક સાથે ભોગવવાની રહેશે તેમ જણાવાયું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!