પ્રાઈવેટ ડોકટરો પાસે કોરોનાના લક્ષણોવાળા ૫૦૦ જેટલા દર્દીઓ રોજ આવી રહ્યા છે

On: January 5, 2022 8:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોના ઝડપભેર માથુ ઉંચકી રહ્યો છે.શહેરમાં એક જ દિવસના સમયગાળામાં કોરોનાના કેસમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૧ નવા કેસ નોંધાયા છે.

જોકે આ આંકડો પણ સરકારી ચોપડે નોંધાયેલો છે.બીજી તરફ શહેરના ખાનગી ડોકટરો પાસે પણ કોરોનાના લક્ષણ સાથેના ઢગલાબંધ દર્દીઓ પહોંચી રહ્યા છે.

એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ વડોદરાના પ્રમુખ  ડો.બી. ક.ે સોનીનુ કહેવુ છે કે, છેલ્લા બે દિવસથી શહેરના ફિઝિશિયન્સ પાસે  કોરોનાના લક્ષણોવાળા  રોજના સરેરાશ ૫૦૦ થી ૬૦૦ દર્દીઓ દર્દીઓ આવી રહ્યા છે.આ પૈકીના સંખ્યાબંધ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હશે.

સાથે સાથે તેમનુ કહેવુ છે કે, મોટાભાગના દર્દીઓમાં હાલમાં જે લક્ષણો જોવા મળી રહ્યા છે તે હળવા છે પણ સંક્રમણ બહુ ઝડપથી ફેલાઈ રહ્યુ છે તે ચિંતાની વાત છે.લોકોએ કોરોનાથી બચવુ હોય તો સ્વયંભૂ લોકડાઉન કરવુ પડશે.મોઢા પર સાદા માસ્કની જગ્યાએ ટ્રિપલ લેયર માસ્ક પહેરવુ પણ જરુરી બન્યુ છે.

બીજી તરફ શહેરની ખાનગી લેબોરેટરીઓમાં પણ કોરોનાના ટેસ્ટ માટે આવતા સેમ્પલ વધી રહ્યા છે.એક ખાનગી લેબોરેટરીના સંચાલકનુ કહેવુ હતુ કે, વડોદરાની પ્રાઈવેટ લેબોરેટરીઓમાં છેલ્લા બે – ત્રણ દિવસથી સરેરાશ ૧૦૦૦ જેટલા સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે આવી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!