વડોદરા: ખંડેરાવ માર્કેટ ફરતે ગેરકાયદેસર દબાણો કરનારા સામે દંડાત્મક કાર્યવાહી

On: January 4, 2022 8:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ઓમલેટના લારી ધારક દ્વારા સામાન રાખવા વીજ ટ્રાન્સફોર્મરની જગ્યાનો ઉપયોગ

વડોદરા, તા. 04 જાન્યુઆરી

વડોદરા કોર્પોરેશન દબાણ શાખા ની ટીમ દ્વારા ફરી એક વખત પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતે ગેરકાયદેસર દબાણો દૂર કરી ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગણતરીના કલાકોમાં પરિસ્થિતિ યથાવત થતાં કામગીરી દેખાડા પૂરતી હોવાનો ભાસ થાય છે.

ગઈકાલે દબાણ મુદ્દે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાછળ જ વેપારીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી. અગાઉ પણ આ પ્રકારે મારામારી થતા બંને વખત મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આજે દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાં સપાટો બોલાવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. વડોદરા પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતે ગેરકાયદેસર દબાણોનો અડિંગો પાલિકાની બેદરકારીના પગલે જ ઉદભવ્યો છે. પાલિકા દ્વારા છાશવારે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ગણતરીના કલાકો બાદ પરિસ્થિતિ યથાવત થઈ જાય છે. આજે પણ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે સ્થાનિક કોર્પોરેટરોને  સાથે રાખી વહીવટી વોર્ડ 05 માં સમાવિષ્ટ ખંડેરાવ માર્કેટ, સિધ્ધનાથ રોડ અને પોલો ગ્રાઉન્ડ ફરતે દબાણો દૂર કરી ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. કોર્પોરેશન દ્વારા છ જેટલી લારીઓ, ખુરશીઓ, તંબુનો સામાન સહિતનો સામાન કબજે કરી સાત જેટલા બેદરકારો પાસેથી પ્રત્યેકને 500ના દંડની વસૂલાત કરી હતી. નવાઈની વાત તો એ છે કે કીર્તિ સ્તંભ પાસે આમલેટની લારી ધારકે પોતાનો સામાન વીજ ટ્રાન્સફોર્મરના ફરતે કંતાનની આડસ કરી સંતાડયો હતો. અને પ્રતિદિન ત્યાંથી ખુરશીઓ બહાર નીકાળી ફરી ત્યાં જ મૂકી દેવામાં આવતા વીજ કંપનીની પણ બેદરકારી છતી થઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!