2021ના અંતિમ દિવસે વડાલી યાર્ડમાં મણ કપાસના ભાવ રૂ. 2021 બોલાયા

On: January 1, 2022 5:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડાલી તા. 31

ઉત્તર ગુજરાતના કપાસના વેપારીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી
આકર્ષણનું કેન્દ્ર બનેલા વડાલી માર્કેટયાર્ડમાં ૨૦૨૧ સાલના અંતિમ દિવસે કપાસની સાત
ગાડી આવક થતા પ્રતિ ૨૦ કીલોના ભાવ ૧૬૫૦ થી ૨૦૨૧ બોલાયા હતા.

ઇતિહાસમાં પહેલીવાર કપાસના ભાવ બે હજારને પાર બોલાતા કપાસ
વેચવા આવેલા ખેડુતો ગેલમાં આવી થર્ટીફસ્ટની ઉજવણી યાર્ડમાં કરી વર્ષને વિદાય આપી
નવવર્ષને આવકારી હેપ્પી ન્યુ ઈયરના મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના વડાલી,ખેડબ્રહ્મા,ઇડર, વિજયનગર તાલુકાના ખેડુતો છેલ્લા કેટલાક વર્ષોથી
મોટાભાગની ખેતીલાયક જમીનમાં કપાસનું વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.જે કપાસના
પોષણક્ષમ ભાવ વડાલી માર્કેટયાર્ડમાં મળતા તાલુકા તેમજ મહેસાણા
,બનાસકાંઠા,અરવલ્લી જિલ્લા રાજસ્થાનના સરહદી વિસ્તારના
ખેડુતો કપાસના વેચવા વાહનો લઈને ઉમટતા આવકને લઈ યાર્ડનું નામ રાજ્યમાં ગુજવા લાગ્યુ
છે.જેને લઈ ઉત્તર ગુજરાતના કપાસના વેપારીઓમાં યાર્ડ છેલ્લા કેટલાક વર્ષોથી આકર્ષણનું
કેન્દ્ર બની ગયુ છે.જે યાર્ડમાં ચાલુ સાલે કપાસના ભાવ શરૂઆતથી ૧૫૦૦ રૂપિયા ઉપર ખેડુતોને
મળવા લાગ્યા હતા.પરંતુ ચાલુ સપ્તાહથી તેજી આવતા કપાસના ગુરૂવારે ૧૯૦૦ ઉપરના ભાવ બોલાયા
હતા.જે ભાવમાં શુક્રવારે ઉછાળો આવતા યાર્ડમાં થયેલી ૭ ગાડી કપાસની આવકના પ્રતિ ૨૦ કીલોના
ભાવ ૧૬૫૦ થી ૨૦૨૧ જાહેર હરાજીમાં બોલાતા પોષણક્ષમ ભાવને લઈ કપાસ વેચવા આવેલા ખેડુતો
ગેલમાં આવી હતા.

ઇતિહાસમાં પહેલીવાર સાલ ૨૦૨૧ના અંતિમ દિવસે કપાસના પ્રતિ ૨૦
કીલોના ભાવ જોગાનુજોગ ૨૦૨૧ જ હરાજીમાં બોલાયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!