સાયલાના વખતપર પાસે કેમિકલ વેસ્ટ ફેંકાતા ચકચાર

On: December 27, 2021 11:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જાહેર આરોગ્ય સામે જોખમરૂમ ઘટના

– નાગરિકો દોડી આવતા ટ્રક ચાલક નાસી છુટયો : નમૂના રાજકોટ માકલાયા

સાયલા : સાયલા પાસે અજાણ્યા તત્વો દ્વારા જાહેરમાં નાગરિકોને જોખમરૂપ બને તેવો કેમિકલ વેસ્ટ નાખવાની ઘટનાથી સનસનાટી મચી છે. પોલીસે સ્થળ પરથી કેમિકલ વેસ્ટના નમૂના લઇને રાજકોટ ખાતે લેબમાં મોકલી દેવામાં ળ્વ્યા છે. નાગરિકો દોડી આવતા કેમિકલ વેસ્ટ નાખનારા ટ્રક ચાલક સહિતના શખ્સો ફરાર થઇ ગયા હતા.

સાયલા તાલુકાના વખતપર ગામ તરફ જવાના રસ્તે આવેલ એક તલાવડીમાં કેમીકલ કંપનીનો વેસ્ટ નાંખતી વખતે સ્થાનીક લોકો અને ખેડુતો આવી જતા એક જે.સી.બી તેમજ ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ નાસી છુટયા હતા. સાયલા પોલીસે વાહનોને કબજે લીધા હતા સ્થળ ઉપર જોતા દસથી બાર ટ્રક જેટલો કેમીકલ વેસટ ઠલવાયેલો હોય તેવા ઢગલા પડયા છે. પોલીસે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરાતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે ઘટનાસ્થળેથી જવલનશીલ અને ખુબજ દુર્ગંધ ફેલાવતા કેમીકલ વેસટના નમુના લઈ રાજકોટ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલ્યા છે. પોલીસ દ્વારા આ અંગે ટ્રકમાલીક, ચાલક અને આ બનાર્વા સંડોવાયેલા તત્વો અંગે તટસ્થ તપાસ હાથ ધરે તો કચરા કૌભાંડનો પર્દાફાશ થવાની શકયતા હોવાનું ચર્ચાય છે.

વિસ્તારમાં આ પ્રકારે ફેંકી દેવામાં આવતા કેમિકલ વેસ્ટને કારણે જાહેર આરોગ્ય અને સલામતી સામે જોખમ સર્જાતું હોય છે. સ્થાનિક તંત્ર દ્વારા આ મુદ્દે જવાબદારો સામે તરત કડક પગલાં લેવા જોઇએ તેવી લોકલાગણી પણ ઉઠી છે. 

પોલીસ દ્વારા આ બાબતે ઉંડી તપાસ કરીને મુખ્ય સૂત્રધારો સુધી તપાસ કરવી જોઇએ તેમ પણ માંગઇ થઇ રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!