કરફ્યૂમાં ડુમસ લટાર મારવા નીકળેલા ત્રણ કાપડ વેપારી સામે ગુનો દાખલ કરાયો

On: December 27, 2021 11:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અડાજણ, રાંદેર રોડના યુવાન વેપારીઓ કારમાં ડુમસ ચોપાટી પર લટાર મારતા હતા ત્યારે પોલીસની ઝપટે ચડયા

સુરત
કોરોનાનું પુનઃ સક્રમણ વધી રહ્યું હોવાથી જાહેર કરવામાં આવેલા રાત્રી કરફ્યૂ દરમિયાન ડુમ્મસ ખાતે કારમાં લટાર મારવા નીકળેલા અડાજણ પાટીયા વિસ્તારના ત્રણ વેપારી મિત્રોની પોલીસે જાહેરનામા ભંગના ગુના બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાનું પુનઃ સક્રમણ વધી રહ્યું છે અને નવા વેરીઅન્ટ ઓમિક્રોનની પણ એન્ટ્રી થઇ ચુકી છે. જેથી તકેદારીના ભાગ રૂપે રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તેવા સંજોગોમાં ગત રાત્રે ડુમ્મસ ચોપાટી નજીક મોરારજી દેસાઇ પ્રતિમા પાસેથી પસાર થઇ રહેલી ટેરોના કાર નં. જીજે-5 જેએફ-3992 ને પોલીસે અટકાવી હતી.

કાર ચાલક અબુતલ્હા ફિરોઝ અંસારી (ઉ.વ. 26 રહે. 305, જૈનબ પાર્ક, ગોરાટ મેઇન રોડ, અડાજણ) ઉપરાંત કારમાં સવાર તેના બે મિત્ર મુજ્જમલ રફીક ચામડીયા (ઉ.વ. 26 રહે. 304, દેના ટાવર, ન્યુઇરા સ્કૂલની બાજુમાં, અડાજણ પાટીયા) અને મોહમદ આસીફ મેહમુદ ખત્રી (ઉ.વ. 25 રહે. એ 801, ચીસ્તીયા એપાર્ટમેન્ટ, રાંદેર રોડ) ની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેઓ ત્રણેય કાપડ વેપારી મિત્રો ડુમ્મસ ખાતે કારમાં લટાર મારવા આવ્યા હોવાની કબૂલાત કરતા તેઓ વિરૂધ્ધ ડુમ્મસ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!