[ad_1]

સિટીમાં નવા 22 કેસમાં ડાયમંડ વ્યવસાયી સહિત ચારની ટ્રાવેલ હિસ્ટ્રી નોન હાઇ રિસ્ક દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દુબઇની છે
સુરત,
સુરતમાં
આજે એક જ દિવસમાં જુદી જુદી સ્કુલ- કોલેજમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝીટીવ
આવ્યા છે. વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતાં તેની સાથે સંપર્કમાં આવતાં 70જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટ
કરવામા ંઆવ્યા હતા તે નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત આજે જે ચાર લોકો વિદેશ પ્રવાસ કરીને
આવ્યા છે તેઓ પોઝીટીવ આવ્યા છે તેમની તબીયત સારી હોવાથી તંત્રને હાશકારો થયો છે.
સુરતમાં
કોરોના પોઝીટીવ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ત્રણ વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. ધો.11મા અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિની રાંદેર ઝોનમાં પાલનપોર કેનાલ રોડ પર રહે છે. કતારગામ
ઝોનમાં રહેતો 20 વર્ષીય વિદ્યાર્થી અને રાંદેર ઝોનમાં જહાંગીરપુરામાં
રહેતો 21વર્ષીય વિદ્યાર્થી સંક્રમિત થયા છે. આ વિદ્યાર્થીના સંપર્કમાં
આવનારા સ્કુલ કોલેજના 70 જેટલા વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ કર્યા
હતા જે નેગેટિવ આવ્યા છે.
આજે 22 નવા કેસ પૈકી ચાર દર્દીની વિદેશ ટ્રાવેલની હિસ્ટ્રી છે. કતારગામ ઝોનમાં
રહેતા 47 વર્ષીય ડાયમંડ વ્યવસાયી તેમજ આઈમાતા ચોક વિસ્તારમાં
રહેતી 61 વર્ષીય મહિલા અમેરિકાથી આવ્યા છે. પાલ વિસ્તારમાં રહેતો
28 વર્ષીય નોકરીયાત યુવક ઓર્સ્ટેલિયાથી આવ્યો છે. જ્યારે 47
વર્ષીય હાઉસવાઇફની ટ્રોવેલ હિસ્ટ્રી દુબઇની છે. વિદેશથી આવેલા આ
તમામ લોકોએ બંને ડોઝ લીધા છે. તેઓ નોન હાઇરિસ્ક દેશોમાંથી આવ્યા છે
[ad_2]
Source link






