[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ૧૯ ડિસેમ્બર,રવિવારે યોજાનારી ચૂંટણીમાં નવ બેઠકો માટે જંગ જામવાનો છે .
ભાજપ તરફી સત્તાધારી જૂથના ટીમ એમએસયુના ઉમેદવારો સામે ભાજપે ખુલ્લેઆમ સંકલન સમિતિના ઉમેદવારોને ટેકો જાહેર કર્યા બાદ આ ચૂંટણી હાઈપ્રોફાઈલ બની ગઈ છે અને હવે એક-એક મત માટે ઉમેદવારો આકાશ-પાતાળ એક કરે તેવી શક્યતા છે.
એક અંદાજ પ્રમાણે મતદારોને ચૂંટણી બૂથ સુધી લાવવા માટે તમામ ઉમેદવારોએ કુલ મળીને ૧૦૦ જેટલા વાહનોની વ્યવસ્થા કરી છે.ખાસ કરીને ઉમેદવારો પોતે રજિસ્ટર કરાવ્યા છે તેવા મતદારો મતદાન કરવા માટે આવે અને સાથે-સાથે હરિફ જૂથે રજિસ્ટર કરેલા મતદારો મત આપવા માટે જ ના આવે તે માટે એડી ચોટીનુ જોર લગાવ્યુ છે.
મતદારોને ખુશ કરવા માટે ઉમેદવારોએ મતદાન જ્યાં યોજાવાનુ છે તે બિલ્ડિંગોની આસપાસ શમિયાણા ઉભા કરી દીધા છે.જ્યાં મતદારો અને ટેકેદારો માટે દિવસ દરમિયાન સતત રસોડા ધમધમતા રહેશે.
ભાજપ દ્વારા તો સરકાર નિયુક્ત ચાર સિન્ડિકેટ સભ્યોને પણ ચૂંટણી દરમિયાન કોમર્સ અને ટેકનોલોજી ખાતે પ્રચાર કરવા માટે આદેશ અપાયો છે.ઔશહેર ભાજપે દરેક વોર્ડ દીઠ બે નેતાઓને પણ ચૂંટણીના સ્થળે હાજર રહેવા માટે ફરમાન કર્યુ છે.
સેનેટની ચૂંટણીમાં પ્રચાર માટે કોઈ આચાર સંહિતા લાગુ નહીં પડતી હોવાથી ઉમેદવારોએ આજે મોડી રાત સુધી મતદારોનો સંપર્ક કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.આ સિવાય આજે પણ ઉમેદવારો દ્વારા મતદારો માટે ગેટ ટુ ગેધર અને ડિનર જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
[ad_2]
Source link






