[ad_1]
![]()
ભરૂચઃ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં
કુલ ૩૭૬૧૩૦ પુરુષ, અને ૩૪૮૮૬૪ સ્ત્રી અને ૧૫ અન્ય મતદારો મળી કુલ ૭,૨૪,૮૨૯ મતદારો તેમના મતાધિકારનો
ઉપયોગ કરશે.
ભરૂચ જિલ્લાની સમગ્ર ચૂંટણી પારદર્શી અને ન્યાયી તથા નિષ્પક્ષ
વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર
સુમેરાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર ચૂંટણી તંત્રએ એકજુથ થઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
આજે
ભરૂચ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન કેન્દ્રો માટેના કે.જે.પોલિટેકનીક ખાતે
રાખવામાં આવેલ ડીસ્પેચીંગ સેન્ટર પર ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા
અધિકારી-કર્મચારીઓ સાધન સામગ્રીની ચકાસણી તથા વિતરણ પ્રક્રિયામાં જોતરાયા હતા અને
વિવિધ મતદાન મથકોએ મતદાન ટુકડીઓ રવાના કરવામાં આવી હતી.
સમગ્ર ભરૂચ જિલ્લામાં તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન
મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે ત્યારે
લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં જિલ્લાના તમામ મતદારો નિર્ભિકપણે ઉત્સાહભેર મતદાન
કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ખાસ અનુરોધ
કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરપંચ પદ માટે
કુલ ૧૧૭૬ ઉમેદવારો હરિફાઇમાં અને કુલ ૨૮૦૩ વોર્ડના સભ્યોની ચૂંટણીમાં કુલ-૬૯૮૭
ઉમેદવારો સભ્ય માટે હરિફાઇમાં રહેશે.
[ad_2]
Source link






