સુરત: રીંગરોડ આશારામ માર્કેટમાં ખરીદી માટે ગયેલી મહિલાની નજર ચૂકવી રોકડા રૂ.30 હજાર, ક્રેડીટ-ડેબીટ કાર્ડ, દસ્તાવેજો સાથેના પર્સની ચોરી

On: December 15, 2021 9:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર

સુરતના રીંગરોડ આશારામ માર્કેટમાં ખરીદી માટે ગયેલી પાર્લે પોઈન્ટની મહિલાની નજર ચૂકવી રોકડા રૂ.30 હજાર, ક્રેડીટ-ડેબીટ કાર્ડ, દસ્તાવેજો સાથેના પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાર્લે પોઈન્ટ અંજની ટાવર ઘર નં.4/સી માં રહેતા 51 વર્ષીય જયશ્રીબેન સિધ્ધાર્થભાઈ લાખાણી ગત સોમવારે સાંજે રીંગરોડ આશારામ માર્કેટમાં ખરીદી માટે ગયા હતા ત્યારે દુકાન નં.609 ના દરવાજા પાસે કોઈકે તેમની નજર ચૂકવી તેમની સાઈડ બેગની ચેઈન ખોલી તેમાં મુકેલા નાના પર્સની ચોરી કરી હતી. 

જયશ્રીબેને નાના પર્સમાં ખરીદી માટે રોકડા રૂ.30 હજાર મુક્યા હતા અને તેમાં ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, દસ્તાવેજો હતા. આ અંગે જયશ્રીબેને ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!