[ad_1]
મહેસાણા,
પાલનપુર, તા.14
મહેસાણા,
બનાસકાંઠા, પાટણ
જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ચૂંટણીની આડે માંડ પાંચેક
દિવસ રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની આગામી ૧૯મી ડિસેમ્બરે યોજાનારી
સરંપચો, વોર્ડ
સભ્યોની ચૂંટણીમાં રોકાયેલાં કર્મચારીઓ, મતપેટીઓ, ચૂંટણીલક્ષી
સાહિત્યને મતદાન કેન્દ્રો પર પહોંચાડવા,
આવનજાવન કરવા માટે એસ.ટી.બસોની માંગણી કરવામાં આવતા મહેસાણા અને પાલનપુર
એસ.ટી.વિભાગ દ્વારા કુલ ૧૮૦ બસોની ફાળવણી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ૧૬૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ૧૯મી
ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં ૧૦૪
સરપંચ અને વોર્ડ સભ્યો-૩૬૨ની ચૂંટણી માટેનું આયોજન
ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લામાં ૫૩૦ સરપંચ તથા ૪૫૬૨ વોર્ડ સભ્યોની સાથે પાટણ
જિલ્લામાં ૧૫૨ સરપંચ અને ૧૫૪૦ વોર્ડ સદસ્યોની ચૂંટણી યોજાનાર છે. દરમિયાનમાં આ
તમામ ગ્રામ પંચાયતોના મતદાન મથકોએ ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ, અધિકારીઓને તેમજ ચૂંટણીલક્ષી સાહિત્ય, સામગ્રીને
પહોંચાડવા માટે એસ.ટી.બસ સેવાનો ઉપયોગ કરવામાં આવનાર હોઈ તેની માંગણી અનુસાર
મહેસાણા એસ.ટી.ડિવિઝનની કુલ ૫૧ બસો જુદાજુદા તાલુકાના મતદાન કેન્દ્રો માટે
ફાળવવામાં આવી છે.
ચૂંટણીના લીધે ગામોની બસોના રૃટ કપાશે
ઉત્તર ગુજરાતમાં
ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ૧૯મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેથી ચૂંટણીના
મતદાન કેન્દ્રો ઉપર ફરજ બજાવતાં સરકારી કર્મચારીઓ, સાધન-સામગ્રીને પહોંચાડવા માટે મહેસાણા વિભાગની ૫૧ બસ અને
પાલનપુર એસ.ટી.વિભાગની ૧૨૯ બસની ફાળવણી કરવામાં આવી છે. જેના લીધે ચૂંટણીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોની ઘણી બસોના રૃટ
કપાશે. જેના લીધે ગામડાગામના લોકોને બસોના અભાવે ખાનગી વાહનોમાં મુસાફરી ફરજિયાત
કરવી પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતાને નકારી શકાતી નથી. એસ.ટી.બસોને ચૂંટણીની
કામગીરીમાં ફાળવવામાં આવતાં ખાનગી
વાહનચાલકો દ્વારા મુસાફરો પાસેથી ભાડાંની રકમમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે એવી
સંભાવના જણાય છે.
[ad_2]
Source link






