[ad_1]

કોવિડ પ્રોટોકોલ્સ સાથે હાલની અને આગામી પરીક્ષાઓ હોમ સેન્ટર્સમાં યોજવા જાહેર નોટિસ
અમદાવાદ : યુનિવર્સિટીઓમાં હાલ શિયાળુ સત્રની પરીક્ષાઓ શરૂ કરવામા આવી છે ત્યારે યુજીસીએ તમામ યુનિ.ઓને પરિપત્ર કરીને તાકીદ કરી છે કે કોવિડ પ્રોટોકોલ સાથે સેમેસ્ટર પરીક્ષાઓ ઓફલાઈન યોજવામા આવે.આગામી તમામ પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં યુનિવર્સિટીઓ યોજી શકે છે અને આ ઓફલાઈન પરીક્ષાઓ હોમ સેન્ટર્સમાં યોજવામા આવે.
દુનિયાના વિવિધ દેશો સહિત ભારતમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યારે એક બાજુ સ્કૂલો-કોલેજોમાં શિક્ષણ ફરી ઓનલાઈનની વાતો થઈ રહી હોઈ યુજીસીએ તમામ યુનિ.ઓને સેમેસ્ટર પરીક્ષાઓ ઓફલાઈન યોજવા તાકીદ કરી છે અથવા તો એમ કહીએ કે યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષા લેવાની છુટ આપી દીધી છે.
યુજીસીએ તમામ યુનિ.ઓ જોગ પબ્લિક નોટિ જાહેર કરતા જણાવ્યું છે કે તમામ કોલેજો અને યુનિ.ઓ જો કોવિડ 19ના પ્રોટોકોલ્સનું પાલન કરતા હોય અને ફીઝિકલ ડિસ્ટન્સિંગ જળવાતુ હોય તો ઓફલાઈન એક્ઝામ્સ લેવામા આવે અથવા લઈ શકાશે. જો કે યુનિ.ઓ-કોલેજોએ વિદ્યાર્થીઓના હોમ સેન્ટર્સથી આ પરીક્ષાઓ લેવી તેવી પણ સૂચના અપાઈ છે.
યુનિ.ઓને ભલામણ કરવામા આવી છે કે હાલની અને આગામી તમામ સેમેસ્ટર પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં લેવામા આવે.પરંતુ તેમાં ખાસ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામા આવે. ગુજરાતમાં હાલ તમામ સરકારી યુનિ.ઓ અને મોટા ભાગની પ્રાઈવેટ યુનિ.ઓ દ્વારા શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામા આવી રહી છે.
પરંતુ કોરોનાના કેસ વધવાનો ભય છે ત્યારે જરૂર પડે સરકાર ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષાઓ માટે નિર્ણય લઈ શકે છે.મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને લીધે ત્રણ વાર સેમેસ્ટર પરીક્ષાઓ ઓનલાઈન-ઓફલાઈન બંને મોડમાં લેવાઈ છે પરંતુ ઓનલાઈન પરીક્ષાઓને લીધે યુનિ.ઓને મુશ્કેલી પડે છે અને મૂલ્યાંકન-પરિણામમાં એકસૂત્રતા જળવાતી નથી.
[ad_2]
Source link






