પડતર પ્રશ્નો મુદ્દે સુરત મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો અને ડૉક્ટરોની હડતાલ મોકૂફ

On: December 13, 2021 5:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

સુરત  સહિત ગુજરાતના સરકારી ડોકટરોએ પણ પગારના મુદ્દે ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમ બનાવીને આંદોલન શરૂ કર્યું છે. જે અંતર્ગત સુરત મેડિકલ કોલેજના પ્રાધ્યાપક સહિતના ડોક્ટરો સોમવારથી હડતાળ પર જોવાની ચીમકી આપી હતી પણ મોડી રાતે થયેલી મીટીંગમાં આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીઓએ ડોક્ટરને સમજાવતા હડતાલ મોકૂફ રાખવામાં આવી છે.

પગાર સહિતના પડતર પ્રશ્નોને લઇને તબીબી શિક્ષકો સહિતના ડોક્ટરોના સંગઠનોએ એક થઇને ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમ બનાવીને સરકાર સામે લડવા માટે આંદોલન શરૂ કર્યું છે પણ નિરાકરણ આવ્યું ન હતું. 

નવી સિવિલ ખાતે ડોકટરોએ કાળી પટ્ટી પહેરી લડત શરૃ કર્યા બાદ વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે. પણ સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું ન હોવાથી સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સહિતની સરકારી ડોકટરોએ હવે સોમવારે હડતાલ પર જવાની ચીમકી આપી હતી. 

જોકે રવિવારે મોડી રાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા આરોગ્ય અધિકારીઓ અને ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારો સાથે પાંચ કલાક લાંબી મેરેથોન મીટિંગમા સમજાવવામાં આવ્યા હતા. મીટિંગમાં તેમણે પંદર દિવસની અંદર પડતર માંગણીઓના મુદ્દે યોગ્ય નિરાકરણની ખાતરી અપી હતી. 

સરકારના આશ્વાસન બાદ અમે હાલ પુરતું હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. જો આગામી પંદર દિવસ બાદ પણ સરકાર દ્વારા તબીબોની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે ફરીથી હડતાળ કરીશું. એમ ગુજરાત મેડીકલ ટીચર્સ એસો. સુરત બ્રાન્ચનાં પ્રમુખ ડૉ.કમલેશ દવેએ જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!