[ad_1]

7મીથી શરૂ થયેલા બીજા તબક્કામાં
વિદ્યાર્થીઓની રજૂઆતોને પગલે ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની વિવિધ પરીક્ષામાં ફેરફાર
અમદાવાદ : જીટીયુ દ્વારા 7મીથી બીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે ડિગ્રી ઈજનેરીના સેમે.પ,7 અને 4 તેમજ ડિપ્લોમા ઈજનેરીના સેમ.5ની પરીક્ષાઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને પરીક્ષાઓ થોડા દિવસ પાછી ઠેલવામા આવી છે.
જીટીયુ દ્વારા 23મીથી વિવિધ ટેકનિકલ કોર્સની શિયાળુ સત્રની પરીક્ષાઓ શરૂ કરવામા આવી છે.પ્રથમ તબક્કાની પરીક્ષાઓ બાદ 7મીથી બીજા તબક્કામાં વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થઈ છે. જેમાં 14મી,16મી,27મી અને 29મીએ ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની જે-જે પરીક્ષાઓ હતી તે તમામ પરીક્ષાઓ થોડા દિવસ માટે પાછી ઠેલી દેવામા આવી છે અને નવો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.
વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીને લઈને વાંચવાના થોડા દિવસો માંગ્યા હતા અને કેટલાક પેપરો સળંગ હોવાથી ગેપ રાખવાની માંગ કરાઈ હતી.જેને પગલે જીટીયુ દ્વારા પરીક્ષાઓમાં ફેરફાર કરાયો છે.
જેમાં ડિગ્રી ઈજનેરીમાં 14મીની સેમે.7ની પરીક્ષા 27મી, 16મીની 29મીએ, 16મીની સેમ.ની 1લી જાન્યુ.એ, 27મીની સેમ.4ની 4થીએ અને 29મીની સેમ.4ની પાંચમી જાન્યુઆરીએ લેવાશે. આ ઉપરાંત ડિપ્લોમા ઈજનેરીમાં 14મીએ લેવાનારી સેમ.5ની પરીક્ષાઓ 1લી જાન્યુૂઆરીએ તેમજ 16મીની સેમ.-5ની પરીક્ષાઓ ત્રીજી જાન્યુઆરીએ લેવાશે.
આ પરીક્ષામાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. યુનિ.દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ અને સૂચનાઓ મુજબ અગાઉ જાહેર થયેલી પરીક્ષા હૉલ ટીકિટ નવી પરીક્ષા માટે માન્ય રહેશે.અલગથી નવી હૉલ ટીકિટ ઈસ્યુ કરવામા નહી આવે. આ પરીક્ષાઓ બાદ 4થી જાન્યુઆરીથી ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થનાર છે.
[ad_2]
Source link






