[ad_1]
ભાભર,તા.11
ભાભર સહિત સરહદી
વિસ્તારોમાં આઝાદી ઘણા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત છે.તાલુકાના મોટા ભાગના
ગામડાઓમાં હજુ સુધી બસની સેવા તંત્ર ઉપલ્બ ન કરતાં આજે પણ વિધાર્થાઓ ખનગી વાહનોની
છત પર બેસીને,પાછલ
લટકીને જીવના જેખમે અભ્યાસ માટે રોજ-બરોજ જઇ રહ્યા છે.ક્યારેક મોટો અકસ્માત
સર્જાશે તોજવાબદાર કોણ? શિક્ષણતંત્ર કે
એસટી તંત્ર જવાબદારી માથે રાખશે ખરા.
ભાભર સહિત સરહદી
વિસ્તારોમાં આઝાદી આટલા વર્ષો પછી પણ વિકાસથી વંચિત છે. હજુ પણ કેટલાક ગામડાઓ માં
પાયાની સુવિધાઓ નથી જેના કારણે ગામડાના લોકોને મુશ્કલીઓ વેઠવી પડી રહી છે. ભાભર
તાલુકાના ભીમબોરડી, બરવાળા, ભોડાળિયા,કપરૃપુર, ઉંડાઈ, બુરેઠા,ચચાસણાની તો આ
ગામડાઓમાં કેટલીક પાયાની સુવિધાઓ ન હોવા થી લોકો મુશેકેલીઓ વેઠી રહ્યા છે ચુંટણી
સમયે આગેવાનો,નેતાઓ
મોટા મોટા ભાષણો કરી ઠાલા વચનો આપી લોકોને હથેળીમાં ચાંદ બતાવતા હોય છે પરંતુ સત્ય
હકીકત તો એ છે કે ભાભરના ઉપરોક્ત ગામડાઓમાં બસની સુવિધા ન હોવાથી ગામ લોકો સહિત
વિધાર્થીઓ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તેમજ ેપ્રાઈવેટ વાહનચાલકો પણ આ તકનો લાભ લઈને ઠાંસી
ઠાંસીને મુસાફરો ભરી વાહનો દોડાવી રહ્યા છે.
મુસાફરો, વિધાર્થીઓ
જીવના જોખમે જીપડાલા, છકડો
રિક્ષામાં છત ઉપર તેમજ પાછળ લટકીને મુસાફરી કરતા જોવા મળે છે શું આ છે વિકાસ
ભારતનું ભાવિ આમ જીપડાલા કે છકડા રીક્ષા પાછળ લટકીને ભણશે…? આ દ્રશ્યો છ ે
ભાભર થી ભીમબોરડી, બરવાળા,ભોડાળિયા જતાં
પ્રાઇવેટ વાહનોમાં ભરેલા વિધાર્થીઓ અને મુસાફરોના જેમને પોલીસનો પણ ડર નથી.જયારે
કોઈ આકસ્મિક દુર્ધટના સર્જાશે ત્યારે જવાબદાર કોણ…?
[ad_2]
Source link






