[ad_1]

વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભાયલી ખાતે ટીપી4 માં ફાઇનલ પ્લોટ નંબર 23 કે જે શાળા અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવાના હેતુ માટે અનામત છે, ત્યા રેડી મિક્સ કોંક્રીટનો ગેરકાયદે પ્લાન્ટ ઉભો કરી દેવાતા વડોદરા કોર્પોરેશન દ્વારા રૂપિયા 12.75 કરોડ અને દંડ ભરપાઈ કરવા મુન્ના એન્ટરપ્રાઇઝ ને નોટિસ ફટકારી છે.
વડોદરા કોર્પોરેશન માં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આ અંગે લેખિત રજૂઆત કરતાં જણાવ્યું છે કે નોટિસ કંપનીના માલિક ને બદલે પ્લાન્ટ ઓપરેટર ને અપાઈ છે, તેના બદલે નોટિસ માલિકને આપવી જોઈએ. રૂપિયા 12.75 કરોડ તો જમીન નું ભાડું છે, પરંતુ ડેવલપર પાસેથી પણ વસુલાત થવી જોઈએ.
ભારેખમ વાહનોની આવ-જા થવાથી રોડને નુકસાન થતા તેના રિસર્ફેસીંગના ખર્ચની, પ્લોટ પરથી સિમેન્ટ હટાવી ગાર્ડન સ્પેસ, ઓપન સ્પેસ અને પાણીના સ્ત્રોતને ઠીક કરવાના ખર્ચની, પર્યાવરણને નુકસાન, અવાજ પ્રદુષણ અને સ્વાસ્થ્ય સંદર્ભે ઊભા થયેલા જોખમો થવા બદલ દંડની પણ વસૂલાત કરી, પ્લાન્ટ હટાવીને પ્લોટનો કબજો તાત્કાલિક કોર્પોરેશન લઈ લે તે ઉપરાંત લેન્ડ ગ્રેબિગ અને પર્યાવરણ સુરક્ષા એક્ટ હેઠળ પણ કાયદાકીય કાર્યવાહી કરવા માગણી કરી છે. આ વિસ્તારના રહીશોને ડ્રેનેજ, પાણી, રોડ, સ્ટ્રીટલાઈટ સહિતની મૂળભૂત સુવિધા પુરી પાડવા અને પ્લોટ નજીક ગાર્ડન સ્પેસ ની જગ્યા વિકસાવવા પણ રજૂઆત કરી છે.
[ad_2]
Source link






