વડોદરા આર્મી કેમ્પ માટે પનીર ખરીદવા આર્મીમેનની ઓળખ આપી છેતરપીંડી

On: December 4, 2021 10:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર

વડોદરાના આર્મી કેમ્પ માટે રૂ.1 લાખનું પનીર ખરીદવા માટે આર્મીમેનની ઓળખ થકી રાજકોટની માહી ડેરીની મુખ્ય ઓફિસે ઓર્ડર આપી વડોદરા ફ્રેન્ચાઇઝી ધરાવતા વેપારીના ખાતામાં ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરવાના બહાને 50 હજારની છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઘનશ્યામદાસ અગ્રવાલ રાજકોટ ખાતે આવેલી માહી ડેરીના વડોદરાના માંજલપુર વિસ્તારના ડિસ્ટ્રીબ્યુટર તરીકે વેપાર કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, માહી ડેરીમાં વડોદરા માર્કેટિંગ નું કામ કરતા દેવેશ ભાઈને અજાણી વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે , વડોદરા આર્મી કેમ્પ માટે રૂ.01 લાખનું પનીર ખરીદવાનું છે. હું આર્મી વાળી પાર્ટીનો નંબર મોકલું તેની સાથે વાત કરી લેજો. જેથી તે નંબર ઉપર સંપર્ક સાંધતા સામેવાળી વ્યક્તિએ આર્મી કેમ્પમાં હોવાનું જણાવી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવા માટે ફોનપે થકી 05 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે 05 રૂપિયા ફરિયાદીના ખાતામાં જમા પણ થયા હતા અને તે જ સમયે ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂપિયા 50 હજાર ડેબિટ થઈ ગયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!