સેનેટની ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આગળ ધપાવવાનો હાઈકોર્ટનો નિર્દેશ

On: December 3, 2021 8:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ સરકાર આદેશ ના આપે ત્યાં સુધી એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની વિવિધ કેટેગરીની ચૂંટણી નહીં યોજવાના યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

કોમર્સ ફેકલ્ટીની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીના એક ઉમેદવારે હાઈકોર્ટમાં કરેલી પિટિશન બાદ આજે તેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.એ પછી હાઈકોર્ટે યુનિવર્સિટી સત્તાધીશોને નિર્દેશ આપ્યા છે.આ અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનુ કહેવુ હતુ કે, હાઈકોર્ટે અમને સેેનેટની ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવા માટે નિર્દેશ આપ્યા છે.જેના ભાગરુપે સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની બેઠકો માટે ઉમેદવારીપત્રોની થયેલી ચકાસણી અને તે બાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયાને આગળ ધપાવીને ઉમદવારોની યાદી પ્રસિધ્ધ કરી છે.

ડો.ચૂડાસમાએ કહ્યુ હતુ કે, હાઈકોર્ટના આદેશના ભાગરુપે ૪ ડિસેમ્બર, શનિવારે સેનેટની ટ્રેડ યુનિયન કેટેગરીની ચૂંટણી પણ રાબેતા મુજબ યોજવામાં આવશે.એ પછી હાઈકોર્ટે ૭ ડિસેમ્બરે આ મામલાની વધુ સુનાવણી રાખી છે.તેમાં હાઈકોર્ટ  આગળ જે નિર્દેશ આપશે તેનુ યુનિવર્સિટી પાલન કરશે.હાલના તબક્કે સેનેટની ચૂંટણીની જે પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી તેને ફરી શરુ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સેનેટની ચૂંટણીને લઈને યુનિવર્સિટી સત્તાધીશોએ સરકારનુ માર્ગદર્શન માંગ્યુ છે.જોકે યુનિવર્સિટી દ્વારા લખાયેલા બે પત્રોનો શિક્ષણ વિભાગે જવાબ આપ્યો નથી ત્યારે યુનિવર્સિટીના નિર્ણયથી નાખુશ ઉમેદવારો પૈકી એક  ઉમેદવાર ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટના શરણે ગયા છે.આ મામલામાં હાઈકોર્ટે યુનિવર્સિટીને નિર્દેશ આપવાની સાથે સાથે વધુ સુનાવણી ૭ ડિસેમ્બરે યોજવાનો હુકમ કર્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!