Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ, રિપોર્ટ પૂણે મોકલાયો

On: December 2, 2021 10:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


નવા વાઇરસનો પ્રથમ ચિંતાજનક શંકાસ્પદ કેસ

આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેથી વાયા દુબઇથી જામનગર પહોંચેલા 72 વર્ષના દર્દીને અલગ વોર્ડમાં દાખલ

જામનગર : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બે દિવસ પહેલા કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 72 વર્ષીય વૃદ્ધ દર્દી કે જેનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જે દર્દી આફ્રિકન દેશમાંથી વાયા દુબઈ થઈને જામનગર પહોંચ્યા હોવાથી અને કોરોના સંક્રમિત થયેલા હોવાથી તેને કોરોનાના નવા ઓમેક્રોન વોરિયન્ટ ના શંકાસ્પદ દર્દી ગણીને અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

જામનગરમાં નવા વાયરસનો પ્રથમ કેસ શંકાસ્પદ કેસ સામે આવ્યો હોવાથી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ હોસ્પિટલનું તંત્ર એલર્ટ બની ગયું છે, અને તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

 જામનગરના આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચાવી દેનારા આ પ્રકરણની વિગત એવી છે કે જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય એક વયોવૃદ્ધ નાગરિક કે જેઓ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે થી ટ્રાવેલ કરીને વાયા દુબઇ થઇ 28મી તારીખે અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા હતા, અને ત્યાંથી તેઓ જામનગર આવ્યા હતા.

દરમિયાન તેઓની તબીયત નાદુરસ્ત રહેતાં ગઈકાલે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર કરવામાટે આવ્યા હતા. જેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો આજે સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી હોસ્પિટલનું તંત્ર ખૂબ જ એલર્ટ બની ગયું હતું. આ ઉપરાંત તેમના કોરોના ના સેમ્પલને વધુ પૃથકરણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. જેની કોરોનાના નવા ઓમીક્રોન વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે ગણના કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!