Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

લાલપુરના ખટીયા ગામ પાસેથી પત્ની-પુત્રીનું અપહરણ કરવાના ગુનામાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

On: December 1, 2021 7:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામના પાટિયા પાસેથી એક મહિલા અને તેની માસુમ પુત્રી નું કારમાં અપહરણ કરી જવાયું હતું, અને તેણીના પતિ અને બે સાગરીતોએ મળીને કારમાં અપહરણ કરી જઇ જેતપુરમાં કરેલો ભરણપોષણનો કોર્ટ કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે મામલો લાલપુર પોલીસ મથકે પહોંચ્યા પછી પોલીસે આરોપી પતિને અટકાયતમાં લઇ લીધો છે.

જામજોધપુરમાં ગંજી વાડી સહજાનંદ શેરી નંબર-1મા પોતાના પિતાના ઘેર રહેતી હિરલબેન (ઉં.વ.31)  કે જેને તેના પતિ ગુંદા ગામમાં રહેતા મુકેશ વજસી પિપરોતર સાથે લગ્ન થયા હતા, જે લગ્ન થકી એક પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની રીસામણે માવતરે બેઠેલી છે.

એટલું જ માત્ર નહીં પોતાના પતિ સામે જેતપુરની કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે. જે કેસ પાછો ખેંચવા માટે પતિ મુકેશ વજશી પિપરોતર તેના અન્ય બે સાગરીતો સાથે એક કારમાં બેસીને આવ્યો હતો, અને લાલપુરના ખટીયા ગામ પાસેથી હિરલબેન અને તેની પુત્રી નું કારમાં બેસાડી અપહરણ કર્યું હતું, અને માથામાં લાકડાનો ધોકો ફટકારી કોર્ટ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

આખરે આ મામલો લાલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને લાલપુર પોલીસે હિરલબેનની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા પછી તેની ફરિયાદના આધારે પતિ અને તેના બે સાગરીતો સામે અપહરણ અને મારકૂટ અંગેનો ગુનો નોંધ્યો હતો. જે ગુનાના અનુસંધાને પોલીસે પતિ મુકેશ વજશી પિપરોતર ને અટકાયતમાં લઇ લીધો છે, ત્યારે તેના અન્ય બે સાગરીતો ની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!