[ad_1]

– ટ્રક ચાલક વિરૂધ્ધ કેસ કરતા માલિક દોડી આવ્યાઃ ખોટો કેસ તરો છો કહી પોલીસને ગાળો આપતા જેલની હવા ખાધી હતી
સુરત
જહાંગીરપુરાના મધુવન પાર્ટી પ્લોટ પાસેથી રોંગ સાઇડે પુર ઝડપે જઇ રહેલા હાઇવા ટ્રક ચાલકને અટકાવી દંડાત્મક કાર્યવાહી કરતા દોડી આવેલા ટ્રક માલિક બે ભાઇએ પોલીસને ગાળો આપી મારા ડ્રાઇવરને ખોટી રીતે પકડયો છે, અમારા વિરૂધ્ધ ખોટા કેસ કરો છો એમ કહી હોબાળો મચાવતા ડ્રાઇવર અને બંને ભાઇ સહિત ત્રણની ધરપકડ કરી છે.
જહાંગીરપુરા વિસ્તારના મધુવન પાર્ટી પ્લોટ પાસેથી રોંગ સાઇડે પુર ઝડપે જઇ રહેલા હાઇવા ટ્રક નં. જીજે-19 એક્સ-2140 ને જહાંગીરપુરા પોલીસે અટકાવી ચાલક મહેશ મગન ભેદી (ઉ.વ. 35 રહે. ખુલ્લા પ્લોટમાં, ઉગત) વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેથી મહેશે ટ્રક માલિક કમલેશ બાવાજી વણાઝારા (ઉ.વ. 31) અને તેના ભાઇ ગુલાબ બાવાજી વણઝારા (ઉ.વ. 35 બંને રહે. વણઝારા વાસ, તાપી કિનારે, ડભોલી ગામ) દોડી આવ્યા હતા. બંને ભાઇએ મારા ડ્રાઇવરને ખોટી રીતે પકડયો છે, અમારા વિરૂધ્ધ ખોટા કેસ કરો છો એમ કહી ગાળો આપી હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે બંને ભાઇઓને ટ્રક ડ્રાઇવર રોંગ સાઇડ હંકારી રહ્યો હોવાનું કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કમલેશ અને ગુલાબે હોબાળો મચાવવાનું ચાલુ રાખતા છેવટે જાહેરનામા ભંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ડ્રાઇવર સહિત ત્રણેયની ધરપકડ કરી હતી.
[ad_2]
Source link






