Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અતિવૃષ્ટીગ્રસ્ત 9 જિલ્લા માટે સરકારનું 531 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર

On: November 30, 2021 11:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


1530 ગામોના 5 લાખ જેટલા ખેડૂતોને ઓનલાઇન સહાય ચૂકવાશે

બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800ની સહાય, 6 થી 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યના અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સહાય રાજ્યના 9 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 6800 રૂપિયા અપાશે. ખેડૂતો 6 થી 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. ઓનલાઇન અરજીનો ખર્ચ સરકાર ભોગવશે. કુલ 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના પ્રવક્તા મંત્રીએ આ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અતિવૃષ્ટીથી થયેલા પાક નુકસાની સામે રાજ્ય સરકારે બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે જેમાં નવ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ રાહત સહાય ખેડૂતોને એસડીઆરએફ અંતર્ગત ચૂકવવામાં આવશે.

આ સહાય પેકેજમાં નવ જિલ્લા ‘અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લાના 37 તાલુકાના 1530 ગામડાના પાંચ લાખ જેટલા ખેડૂતોને આ સહાય પેકેજ મળશે.

આ સહાય પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત કે જેના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાન થયું હોય તેમને આ સહાય બે હેક્ટરની મર્યાદામાં અપાશે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે એસડીઆરએફના ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ 4000 કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 4000 ચૂકવવામાં આવશે.

જેમાં તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા 6 ડીસેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લુ મૂકવામાં આવશે. 24મી ડિસેમ્બર સુધીમાં ખેડૂતો માટે સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પેકેજ હેઠળ એસડીઆરએફમાંથી 520 કરોડ અને રાજ્ય બજેટમાંથી ન્યૂનતમ સહાય ચૂકવણીના તફાવતની 11 કરોડની સહાય ચૂકવાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!