કર્ણાવતી ડેન્ટલ કોલેજના 13 વિદ્યાર્થી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

On: November 29, 2021 4:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


ગાંધીનગર-સરગાસણના ફ્લેટમાં

ઇન્ફોસિટી પોલીસને નવ યુવતીઓ અને ચાર  યુવકનો નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા

અમદાવાદ : ગાંધીનગરના સરગાસણમાં આવેલા સ્વાગત એફોર્ડ નામના એપાર્ટમેન્ટમાં કેટલાંક  યુવક અને યુવતીઓ દારૂ પીને ધમાલ કરતા હોવાથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં  ઉવારસદમાં આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજની નવ વિદ્યાર્થીઓ અને ચાર વિદ્યાર્થીઓ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની ખાલી બોટલો પણ જપ્ત કરી હતી.

ગાંધીનગરના સરગાસણમાં આવેલા સ્વાગત એફોર્ડના  એક્સ- 501 નંબરના  ફ્લેટમાં યુવક-યુવતીઓ મોટેથી મ્યુઝીક વગાડીને ધમાલ કરતા હોવાથી પાડોશીઓએ ઘરમાં જઇને તપાસ કરીને જોયુ તો બધા જ દારૂના નશામાં ધૂત હતા.

જેથી આ અંગે પોલીસને જાણ કરતા ઇન્ફોસીટી પોલીસે તપાસ કરતા નવ યુવતીઓ અને ચાર યુવકો મળી આવ્યા હતા. તેમજ દારૂની બોટલો પણ મળી આવી હતી.  જે અંગે તપાસ કરતા આ  ફ્લેટમાં પ્રજવલ કશ્યપ અને  પાર્થ સોજીત્રાએ ભાડે રાખ્યો હતો અને બંને  ઉવારસદમાં આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં  અભ્યાસ કરતા હતા.

તેમણે તેમની સાથે અભ્યાસ કરતી અને ડેન્ટલ કોલેજની  હોસ્ટેલમાં રહેતી  નવ યુવતીઓ અને અન્ય બે યુવકોને બોલાવીને દારૂની પાર્ટી યોજી હતી. ઝડપાયેલી યુવતીઓમાં સ્મૃતિ પુજારી,  પુજા સાંબારે, શ્રીજા અપન્ના, નમ્રતા અગ્રવાલ, દિવ્યાંશી શર્મા,  શ્રેયા મિશ્રા,  નિહારીકા જૈન, અવનિ અગ્રવાલ અને ભવ્યા રાવતનો સમાવેશ  થતો હતો. જ્યારે યુવકોમાં પ્રવજલ અને પાર્થ ઉપરાંત, અર્જુન કાનત અને  અક્ષત તનકુનો સમાવેશ થતો હતો. 

આ તમામ યુવક યુવતીઓ અન્ય રાજ્યના રહેવાસી   છે. ઇન્ફોસીટી પોલીસે તમામની ધરપકડ કરીને પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે. આ અંગે ડીવાયએસપી  એમ કે રાણાએ જણાવ્યું હતું કે  આ અંગે પોલીસ દ્વારા કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં પણ  રિપોર્ટ  કરીને જાણ કરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!