Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

CAT પરીક્ષાનું પેપર અઘરું, આ વર્ષે કટ ઓફ ઘટી શકે છે

On: November 29, 2021 12:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,

 વિવિધ આઈઆઈએમ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની  કેટ (કોમન એડમિશન ટેસ્ટ) આજે લેવાઈ હતી.જે ત્રણ
સેશનમા લેવામા આવી હતી.આ વર્ષે કેટનું પેપર એકંરે અઘરુ રહ્યુ હતુ અને એક્ઝામ
પેટર્ન પણ બલાઈ હતી.

આ વર્ષે કેટ
પરીક્ષા આઈઆઈએમ અમદાવાદ દ્વારા કન્ડક્ટ કરવામા આવી છે.છેલ્લા કેટલાક વર્ષોથી કેટ
પરીક્ષાની પેટર્ન સરખી જેવી હતી પરંતુ આ વર્ષે પેટર્ન અગાઉથી જાહેર થઈ ન હતી અને
પ્રશ્નોની સંખ્યા ઘટી શકે તેવુ જણાવાયુ હતું.આ વખતની કેટ પરીક્ષામાં પેટર્ન પુરી
બદલાઈ હતી અને કુલ પ્રશ્નોની સંખ્યા ઘટાડીને ૬૬ કરી દેવાઈ હતી.કેટ એક્ઝામ એક્સપર્ટ
મનિષ શાહે જણાવ્યું હતું કે આ વર્ષે કેટ પરીક્ષામાં ત્રણેય સેકશનના પ્રશ્નોની
સંખ્યા ઘટાડી  અલગ અલગ રાખવામા આવી
હતી.છેલ્લે ૨૦૦૮માં વર્બલ સેકશન અને ક્વોન્ટ (મેથ્સ) સેકશનના પ્રશ્નોની સંખ્યા
જુદી જુદી હતી.મોટા ભાગે કેટમાં વર્બલ એબિલિટી
, લોજિકલ રિઝનિંગ ડેટા
ઈન્ટરપ્રિટેશન અને ક્વોન્ટ (મેથ્સ) સહિતના ત્રણેય સેકશનમાં પ્રશ્નોની સંખ્યા સરખી
હોય છે કે એટલે કે સરખે ભાગે પ્રશ્નો વહેંચાય છે પરંતુ ૧૩ વર્ષ બાદ પ્રથમવાર વર્બલ
સેકશનમાં પ્રશ્નની  વધારે હતી અને ક્વોન્ટ
સેકશનમાં ઓછી હતી.

ગત વર્ષે કેટમાં ત્રણેસ સેકશનના કુલ ૭૬ પ્રશ્નો
હતા અને આ વર્ષે ૬૬ પ્રશ્નો હતા.જેમાં વર્બલ સેકશનમાં ૨૪
,લોજિકલ રિઝનિંગમાં ૨૦ અને ક્વોન્ટ સેકશનમાં ૨૨ પ્રશ્નો હતા. ગત વર્ષની સરખામણીએ
આ વર્ષે કેટનુ પેપર એકંદરે અઘરુ રહ્યુ છે.જેમાં વર્બલ સેકશનના પ્રશ્નો  થોડા અઘરા હતા
, લોજિકલ રિજનિંગ
સેકશનમાં ગત વર્ષ જેટલા અઘરા અને ટ્રીકી પ્રશ્નો હતા.જ્યારે ક્વોન્ટ સેકશનમાં પ્રશ્નોની
સંખ્યા ઓછી હતી પરંતુ વિદ્યાર્થીઓ ખૂબ જ મુંઝાય તેવા અઘરા હોવાથી આ સેકશન પુરો કરવામાં
ખૂબ જ સમય જતા લાંબુ રહ્યુ હતું. આ વર્ષે ૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓના કુલ
માર્કસ ગત વર્ષ કરતા ૧૦થી૧૫ જેટલા ઓછા આવી શકે છે અને જેથી કટ ઓફમાં પણ ઘટાડો થઈ શકે
છે. સમગ્ર દેશમાં ૨.૩૧ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા અને જેમાંથી ગુજરાતમાં અંદાજે ૧૦
હજારથી વધુ વિદ્યાર્થીએ આ વર્ષે કેટ આપી છે.પરિણામ જાન્યુઆરીના પ્રથમથી બીજા સપ્તાહમાં
આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!