જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

On: November 24, 2021 6:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં મોડીરાત્રે ઘોડીપાસાની મહેફિલ જામી હોવાની બાતમીના આધારે મોડીરાત્રે પોલીસ ટુકડી ત્રાટકી હતી, અને જાહેરમાં ઘોડિપાષાનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઝડપી પાડયા છે, જ્યારે અન્ય સાત શખ્સો ભાગી છૂટયા હોવાથી તેઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાછળના ભાગમાં મોડી રાતે ના અરસામાં કેટલાક શખ્સો જાહેરમાં એકત્ર થઇને ઘોડીપાષા નો જુગાર રમી રહ્યા છે, જે અંગેની પોલીસને માહિતી મળી ગઈ હતી. જેથી સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો મોડી રાત્રે ત્રાટક્યો હતો, અને ઓચિંતો દરોડો પાડતા નાસભાગ થઇ હતી.

જે દરમિયાન પોલીસે ઘોડીપાષાનો જુગાર રમી રહેલા હાજી અબ્બાસભાઈ, કૌશિક પ્રવીણ ભાઈ ધંધુકિયા, અસ્લમ સતાર ભાઈ વણઝારા, અલ્તાફ મામદભાઇ મેમણ, અને મોઇનુદ્દીન અબ્દુલ ભાઈ વગેરે પાંચ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 32500ની રોકડ રકમ તથા મોબાઈલ ફોન વગેરે મળી રૂપિયા એકાદ લાખની માલમતા કબજે કરી લીધી હતી.

પોલીસના આ દરોડા સમયે અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમભાઈ ખફી નામનો પૂર્વ કોર્પોરેટરનો પુત્ર, લાખા દલુભાઈ ધારાણી, શબ્બીર ઉર્ફે શબલો અબ્બાસ ખફી, અશોક ઉર્ફે મિર્ચી  ખટાઉમલ મંગે, બશીર ઉર્ફે બાડો, મુન્નો માટલી વાળો, તેમજ સિદ્દીક કાસમ સંધિ વગેરે ભાગી છૂટયા હોવાથી પોલીસે સાતેયને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!