સુરેન્દ્રનગર શહેરમાં ચોરી કરી તરખાટ મચાવનાર બે મહિલા સહિત ચાર ઝડપાયા

On: November 22, 2021 11:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પોલીસ પુછપરછમાં છથી વધુ ચોરી કબુલી

– પોલીસે છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો બાતમીના આધારે તસ્કર ટોળકી ઝડપી લેવાઇ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં ચોરી કરીને તરખાટ મચાવનાર બે મહિલા સહીત ચાર વ્યકિતને પોલીસે રૂા.૬,૨૯,૮૭૯ના મુદામાલ સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે 

સુરેન્દ્રનગર એ ડીવીઝન અને બીડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા શહેરી વિસ્તારોમાં ચોરી કરનાર ગેંગ સક્રિય થતા પોલીસે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે ઘરફોડ ચોરીના ગુનાઓનો અંજામ આપતા તત્વોને ઝડપી લેવા જિલ્લા પોલીસવડા એ આપેલ સુચનાને અનુસંધાને એ ડિવીઝન પોલીસને સ્ટાફ શહેરના જીલ્લા પંચાયત રીવરફ્રન્ટ ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગ દરમ્યાન ઉભો હતો ત્યારે બે બાઈક સાથે ચાર ઈસમો શંસ્સ્પદ વસ્તુઓ લઈ નીકળનાર છે.

આ બાતમીના આધારે વોર ગોઠવી હતી ત્યારે બે બાઈકમાં બ ેમહિલા અને બે પુરૂષ નીકળતા અટકાવી તેમની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકયા ન હોતા તેમજ અંગે ઝડપી દરમ્યાન સોના-ચાંદીના ઘરેણા, રોકડ રકમ, મોબાઈલ વિગેરે મળી આવ્યા હતા.

જડપાયેલ શખ્સોમાં સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટીમાં રહેતા રાહુલ પેથાભાઈ સરવરીયા, રૂપાબેન પ્રકાશભાઈ સરવરીયા, વિહત પાર્કમાં રહેતા શકિત ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા અને ફીરદોસ સોસાયટીમાં રહેતા ભાનુબેન પેથાભાઈ સરવરીયાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આ ચારેય વ્યકિતની પુછપરછ દરમ્યાન રૂા.૪,૪૮,૦૬૯ની કિંમતના ૯૮,૮૦૦ ગ્રામ વજનના સોનાના ઘરેણા, રૂા.૭૨,૨૭૦ ની કિંમતના ૧૪૩૬ ગ્રામ ચાંદીના દાગીના, રોકડા રૂ ૩૩૫૪૦ તથા ૬ મોબાઈલ મળી આવ્યા હતા પોલીસે આ તમામ દાગીના, બે બાઈક વિગેરે મળી કુલ રૂ.૬,૨૯,૮૭૯ નો મુદામાલ રીકવર કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. આરોપી રાહુલ પેથાભાઈ સરવરીયાની પુછપરછમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કરેલી કુલ-૬ ચોરીની કબુલાત કરેલ છે.

ઝડપાયેલો એક આરોપી અગાઉ પોલીસ સ્ટેશનમાંથી ભાગ્યો હતો

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી પાડેલા બે મહિલા સહીતના ચાર શખ્સોને પોલીસ સ્ટેશન લવાયા હતા ત્યારે શકિત ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા નામનો આરોપી પોલીસને ચકમો આપી નજર ચુકવી ભાગી ગયો હતો અને પોલીસનું નાક કપાયુ હોય તેવો ઘાટ સર્જાયો હતો તેવુ જાણવા મળેલ છે. જોકે ભાગી ગયેલા આ આરોપીને પોલીસે ભારે જહેમત પછી ઝડપી લઈ નાક સાચવી લીધુ હોવાનું પણ જાણવા મળે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!