Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભિલોડામાં ધાડ, ઘરફોડના 4 ગુના આચરનાર ત્રણ સાગરિતો ઝડપાયા

On: November 16, 2021 3:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.15

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વાંકાનેર અને ધોલવાણી ગામે
ધાડનો અને અન્ય બે વિસ્તારોમાં ઘરફોડના ગુનાઓને અંજામ આપનાર તસ્કર ગેંગના ૩ સાગરીતોને
ઝડપી લેવાતાં ચકચારી ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

અરવલ્લી એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હયુમન ઈન્ટેલીજન્સની
મદદથી ઘરફોડ કરવાની મોડેસ ઓપરેન્ડીસ ધરાવતા આ ઈસમોને શંકાના આધારે ઝડપી લેતાં આ આરોપીઓએ
ધાડ અને ઘરફોડના ૪ ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૩૯૦૦
નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી અન્ય ૪ આરોપીઓને ઝડપી લેવા ચક્રો
ગતિમાન કર્યા હતા.

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ,ધાડ સહિતના ગુનાઓ
વકર્યા છે. જિલ્લા પોલીસવડા સંજય ખરાત દ્વારા આવા ગુનાઓ આચરી નાસતાફરતા આરોપીઓને ઝડપી
લેવા સઘન ચેકીંગ હાથ ધરવાના આદેશો આપ્યા હતા.પરીણામે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા
ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વ્યાપક ચેકીંગ હાથ ધરાયું હતું.જુદીજુદી
ટીમો દ્વારા પંથકમાં હાથ ધરાયેલ વ્યાપક તપાસણી દરમ્યાન ઘરફોડ કરવાની એક જ પ્રકારની
મોડેસ ઓપરેન્ડીસ ધરાવતા ઈસમો ઉપર બાજ નજર રખાઈ હતી.દરમ્યાન ભિલોડાના ગોવિંદનગર ખાતેથી
શંકાસ્પદ ૩ ઈસમોને છાપો મારી ઝડપી લેવાયા હતા.એલસીબી ટીમે ઝડપેલા દિલીપ બચુભાઈ ખરાડી
,સંજય બંસીભાઈ ગડસા
અને અર્પિત ઉર્ફે બોડો બંસીભાઈ ગડસાની ઊંડાણપૂર્વક ગુના સંબંધે પુછપરછ હાથ ધરાતાં આ
ત્રણેય ઘરફોડીયાઓએ ભિલોડા તાલુકાના વાંકાનેર અને ધોલવાણી ગામે હિંસકહથિયારો સાથે ધાડના
ગુનાને જયારે ભિલોડા નગરમાં જ બે ઘરફોડના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી લીધી
હતી. આ ત્રણેય ઘરફોડીયા પાસેથી રૂ.૧૩૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જિલ્લા એલસીબી
ઈન્સ્પેકટર સી.પી.વાઘેલા
,પોસઈ વી.એસ.દેસાઈ
સહિતની ટીમે આ આરોપીઓને ઝડપી લેતાં ઘરફોડના-૨ અને ધાડના-૨ મળી કુલ ૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો
હતો.ત્રણેય આરોપીઓને વધુ તપાસ અર્થે અને તેમના અન્ય સાગરીતોને ઝડપી લેવા ભિલોડા પોલીસને
હવાલે કરાયા હતા.

ગેંગના ૭ સાગરીતોમાં ૪ પરપ્રાંતીયો જિલ્લામાં રાજય બહારની ગેંગ
સક્રિય

અરવલ્લી,સાબરકાંઠા
સહિત આસપાસના જિલ્લાઓમાં ઘરફોડ
,ધાડ,લૂંટ,વાહન ચોરી,પશુ તસ્કરી અને દારૂની
હેરાફેરી અને દારૂ ચોરી સહિતના ચકચાર ગુનાઓમાં મોટાભાગે પરપ્રાંતીય ગેંગનો આંતક વર્તાતો
હોય છે. પરપ્રાંત રાજસ્થાન
,મધ્યપ્રદેશના
પંથકમાંથી આવી અહીંના સ્થાનિક તસ્કરોના આશ્રયે રહી આ ગેંગના તસ્કરો જિલ્લા પંથકમાં
ગુનાઓને અંજામ આપી ભયનો માહોલ સર્જતા હોય છે. ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી
રાત્રીના સમયે અવર જવર કરતાં શંકાસ્પદો સામે વધુ કડકાઈ જરૂરી બની છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!