Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્થાન કરાયું

On: December 29, 2023 2:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

દમણ નિવાસી શ્રી જીગ્નેશભાઈ અપ્પુભાઈ પટેલ ધર્મ પત્ની શ્રીમતી પ્રકૃતિબેન પટેલના નેજા હેઠળ સમગ્ર મહાદેવના ભકતો સહિત શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના પાટોત્સવ તા.૩૦/૧૨/૨૦૨૩, શનિવારના રોજ ભગવાન શિવજીના મંદિરના શિખર પર ધજા ચઢાવવા જઈ રહ્યા છે. આ પદયાત્રાનું પ્રસ્થાન શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના આદ્યસ્થાપક ધર્માચાર્ય ૫.પૂ. પરભુદાદા તથા ધર્માચાર્ય પ.પૂ. રમાબા દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને દમણ શિવપરિવારના શિવભક્તોની ઉપસ્થિતિમાં દમણ ખાતેથી કરાયું હતું. 

આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, દરેક દેવોના રૂપ જુદા-જુદા છે, વિષ્ણુ, રામ, કૃષ્ણ અવતાર પણ છે.પરંતુ આખરી રૂપ મહાદેવ છે. દમણ દરિયા કિનારે આવેલું છે અને સમુદ્રમાં લક્ષીનારાયણ બિરાજે છે, જેથી અહીંની ભૂમિ પણ અતિ પવિત્ર છે. અપ્પુભાઈ પટેલ ભગવાનનું નામ લઇ સંકલ્પ સાથે દમણથી પ્રગટેશ્વરધામની ધજા લઇ પદયાત્રા કરી આછવણી મંદિરે પહોંચી ધજારોહણ કરશે. આ પદયાત્રામાં એક એક ડગલું ચાલવાથી એક યજ્ઞનું ફળ મળે છે. આવી યાત્રા પાંડવો અને ભગવાન શ્રીરામે પણ કરી હતી. એ યાત્રાનું દર્શન અને પૂજન કરે એને પણ અઢળક પુણ્ય પ્રાપ્ત થાય છે. પંચવટી નાશિકથી મહારાષ્ટ્રના શિવભક્તો દર વર્ષે કાવડમાં જળ લઇને પદયાત્રીઓ આવે છે. દમણમાં જાય એટલે દારૂ પીવા જ જાય એવું માને છે, પણ દમણમાં ભગવાનનું રસપાન કરાવવાવાળા અપ્પુભાઇ છે. કાદવમાંથી કમળ ઊગે તેમ દમણમાં અપ્પુભાઇ કાદવમાંથી કમળરૂપે આવ્યા છે. આપણા શરીરના આઠે અંગો સારા હોય તો તંદુરસ્તી સારી કહેવાય તેમ દાન, ધર્મ, પૂજા, અર્ચના સાથે આવેલા અતિથિનું સન્માન કરે તેને સાચી ભક્તિ કહેવાય છે. 

 આ પદયાત્રા શ્રી અપ્પુભાઈ પટેલ તથા શ્રીમતી પ્રકૃતિબેન પટેલ-દમણ તથા અમારા શિવપરિવારોના નિવાસ સ્થાનેથી મંત્રોચ્ચાર સાથે વાજતે ગાજતે નીકળી હતી. પ્રગટેશ્વર ધામ આછવણીના ગોરમહારાજ ભૂદેવો અનિલભાઇ જોષી, કશ્યપભાઇ જાની અને કથાકાર અજયભાઇ જાનીએ મંત્રોચ્ચાર સાથે સમુદ્ર તેમજ ધજાની વિધિવત પૂજા કરાવી હતી.  આ પદયાત્રા શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ ભકિતધામ આછવણી મુકામે તા.૨૯/૧૨/૨૦૨૩ના રોજ સાંજ સુધીમાં પહોંચશે. આ પદયાત્રાના માર્ગ ઉપર અનેક સ્થળોએ પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવશે. આ ધજા પાટોત્સવના દિને તા.૩૦/૧૨/૨૦૨૩ શનિવારે સવારે ૮:૦૦ કલાકે ધૂન-ભજન, ભક્ત સમુદાય સાથે ચઢાવવામાં આવશે. 

આ અવસરે ભૂદેવ કશ્યપભાઇ જાનીએ જણાવ્યું હતું કે, ધજાનું ખૂબ મહત્વ છે, કોઇ વ્યક્તિ મંદિરમાં ન જઇ શકે અને ફક્ત ધજાના દર્શન કરી લે તો પણ ભગવાન તેની પૂજા સ્વીકારી લે છે. પ્રગટેશ્વરદાદાના સાંનિધ્યમાં દર વખતે કંઇ નવું નવું પ્રગટ થઇ રહ્યું છે, કારણ કે એનું નામ જ છે પ્રગટેશ્વર. જળયાત્રા દર વર્ષે નાશિકથી આવે જ છે, પણ આ વખતે ધજા લઇને અપ્પુભાઇ અને તેમનો પરિવાર પ્રગટેશ્વરધામ આવી રહ્યા છે. પદયાત્રાનું ખુબ મહત્વ છે, જે કોઇ પદયાત્રાના દર્શન કરે અને ધજાને મસ્તકે લગાવે તેનું પણ કલ્યાણ થઇ જાય છે. 

પદયાત્રાના આયોજક અપ્પુભાઇ પટેલે પદયાત્રાના આગમન સમયે આવનારા શિવપરિવારનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સેવા તો ભગવાન જ કરાવે છે આપણે તો માત્ર નિમિત્ત જ છે. આજનો અવસર પૂ. દાદા, બા અને પ્રગટેશ્વરદાદાની કૃપાથી થઇ રહ્યો છે. જેમાં મારા ઘર પરિવાર, સગાં-સંબંધીઓ અને શિવ પરિવારનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. 

આ પદયાત્રા પૂર્વે દમણમાં આવેલા મંદિરો શ્રી વાસુકીનાથ, શ્રી કુંતેશ્વર મહાદેવ, શ્રી સોમનાથ મહાદેવ, શ્રી હનુમાનજી મંદિર, શ્રી બ્રહાદેવ મંદિર, શ્રી મીઠી માતા, શ્રી અંબા માતા મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી. 

આ અવસરે વિધવા બહેનો અને ભૂદેવોને ટોર્ચનું વિતરણ કરાયું હતું. 

આ શુભ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિના પ્રમુખ બિપીનભાઇ પરમાર, મંત્રી હેમંતભાઇ પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, પ્રાગટ દિન ઉજવણી પ્રમુખ ભરતભાઇ દેસાઇ, ઉપપ્રમુખ વિપુલભાઇ પાંચાલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શિવ પરિવારના અપ્પુભાઇ પટેલ, કૃપાશંકર યાદવ, પ્રવિણભાઇ પટેલ, ભાવેશભાઇ પટેલ, મયુરભાઇ પટેલ સહિત  શિવપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!