છેલ્લા 10 વર્ષ થી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ 

On: October 24, 2023 1:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવરાત્રી એ માં શક્તિની આરાધના પર્વ માં અનેક લોકો અનોખી રીતે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક કર્યો કરે છે કોઈ ભજન કીર્તન તો કોઈ આરતી પૂજા તો કોઈ મહાપ્રસાદ તો કોઈ નવે નવ દિવસ ઉપવાસ રાખી ને ગરબા કરતા હોય છે ત્યારે વાપીના ગોયેલ દંપતિ દ્વારા નવરાત્રી ના દિવસો દરમ્યાન ચાણોદ કોલોની ખાતે આવેલા માતાજીમાં મંદિરે આરતી પૂજા કર્યા બાદ નવમાં ડીને 11 કુંવરિકા બાળા ઓને પ્રસાદ વિતરણ કરાય છે .

રાજેશભાઇ ગોયેલ અને તેમના ધર્મ પત્ની લક્ષ્મીબેન ગોયેલ દ્વારા નવરાત્રીના માં અંબે ના આશીર્વાદ માટે આરતી પૂજા ખૂબ ભક્તિભાવ પૂર્વક કરવામાં આવે છે.ગોયેલ પરિવાર માને છે કે માં ના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રી જેવું એકે પણ ધાર્મિક પર્વ નથી.9 દિવસ સુધી સતત રાજેશભાઇ અને લક્ષ્મીબેન ગોયેલ દ્વારા ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચના કરવામાં આવે છે અષ્ટમીના દીને મહા આરતી ચાણોદ અંબેમાતા મંદિરે દર વર્ષે તેમના તરફ થી આયોજિત કરવામાં આવે છે .આ વર્ષે પણ તેમના પરિજનો અને ગોયેલ દંપતી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ નવમીના દીને મંદિર પરીશર માં તેમજ તેમની કંપનીમાં કુલ 11 કુવારીકા બાળાઓ ને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે આજે ગોયેલ દંપતી દવારા મંદિરે 11 બાળા ને માતાજીના અંશ માનીને તેમની પૂજા કર્યા બાદ ખૂબ ભક્તિ ભાવ પૂર્વક પ્રસાદ નો લાભ આપવામાં આવ્યો છે ગોયેલ દંપતી વર્ષોથી માતાજીની આરાધના કરે છે અને આગામી વર્ષોમાં પણ તેઓ માતાજીની આરાધના કરતા રહશે આ વર્ષે પણ તેમના દ્વારા ચાણોદ અંબેમાતા મંદિરે ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!