
ધરમપુરના નાની કોરવડના કેન્દ્ર શિક્ષક તથા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા કારોબારી સભ્ય જીતેન્દ્રભાઈ સી.પટેલ નુ આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમની અંતિમ યાત્રા એમના માદરે વતન વાંદરવેલા દાદરી ફળિયા નહેર ની બાજુમાં સમય 4.00 કલાકે નીકળશે..
શિક્ષકના અચાનક થયેલા અવસાનને શિક્ષણ જગતમાં ગમગીની ફેલાય છે ખાસ કરીને ધરમપુરમાં તેમની સાથે કામ કરનારા અનેક મિત્ર વર્તુળોમાં શોકની લાગણી પ્રવૃત્તિ રહી છે
નોંધનીય છે કે તેમના મોતને લઈને શોકની લાગણી પ્રવૃત્તિ છે તો બીજી તરફ હૃદય રોગના હુમલાને કારણે તેમનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અચાનક વધી રહેલા હૃદય રોગના હુમલાને લઈને અનેક નવ જુવાનોના મોત થઈ રહ્યા છે ત્યારે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ સકારાત્મક અભિગમ અપનાવી દરેક યુવાનિયાઓ માટે વિશેષ મેડિકલ હ્રદય રોગને લગતા ચેકઅપ કેમ્પનું આયોજન કરે તેવું લોકોમાં માંગ ઉઠી રહી છે જેથી કરીને દિન પ્રતિદિન વધી રહેલા હૃદય રોગના કિસ્સાઓમાં મોતની સંખ્યાને ઘટાડો કરી શકાય તેમજ વધી રહેલા હૃદય રોગના હુમલા ના કારણો જાણી શકાય





