

ધરમપુર મામલતદાર વસાવા અને તેમની ટિમ પણ સ્થળ ઉપર પહોંચી લોકોને સમજાવવા કર્યો પ્રયાસ પરંતુ ખેડૂતો પોતાની જમીન નહિ આપે એવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો
વાંસદા થી વાય ધરમપુર થઈ વાપી સુધી વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ને ફોર લેન કરવા માટેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે માટે અગાઉ જમીન સંપાદન નું જાહેર નામું પણ બહાર પડી ગયું છે ત્યારે આદિવાસી ક્ષેત્ર માં સમગ્ર બાબત નો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે એન એચ 56 ના ફોરલેન કામગીરી માં જમીન માપણી માટે આવેલ લોકોની કામગીરી ને આજે સ્થાનિક લોકો એ અટકાવી દીધી હતી જેમે પગલે માપની માટે આવેલ કર્મચારી અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે હોબાળો થયો હતો સમગ્ર બાબત ની જાણકારી મળતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ મહા મંત્રી સુરેશ પટેલ અને સામાજિક કાર્યકર રાહુલ ભાઈ પટેલ ,તેમજ માજી સાંસદ કિશન પટેલ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યારે સર્વે કામગીરી સ્થાનિકોએ અટકાવતા મામલતદાર પણ પહોંચ્યા અને લોકો ને વિશ્વાસ માં લેવા પ્રયાસ કરાયો હતો છતાં સ્થાનિકોએ સમગ્ર કામગીરી નો જોરશોર થી વિરોધ કર્યો હતો લેખિત માં મામલતદાર ને લોકોએ વિરોધ દર્શવતા લેટર આપ્યો હતો જોકે તેમ છતાં સર્વે કરવા આવેલી ટિમ સ્થળ ઉપર થી ન જતા સ્થાનિકો પણ સ્થળ ઉપર જ એકત્ર થઈ ત્યાં જ ઉભા રહ્યા હતા અને જો વિરોધ દર્શાવવા છતાં પણ સર્વે કામગીરી કરશે તો સ્થાનિકો તેમને કોઈ કામગીરી કરવા નહિ દેશે..આ લખાય છે ત્યાં સુધી સર્વે કામગીરી કરવા આવેલ કર્મચારી અને સ્થનિકો તમામ આમને સામને કાકડકુવા ગામે ઉભેલા હોવાનું જાણવા મળી રહ્યું છે





