બુલેટ ટ્રેનની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતો ૨૮ વર્ષીય યુવક ગુમ

On: June 27, 2023 12:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૭ જૂન 

      વલસાડમાં એલ. એન્ડ ટી. ના બુલેટ ટ્રેનના કાન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા અને મૂળ રહેવાસી ગામ બઢૌર, તા. ગોપદબનાસ, જિ.સીધી મધ્યપ્રદેશના ૨૮ વર્ષીય પ્રવિણકુમાર જગ્યભાન કૌલ તા.૧૧-૦૬-૨૦૨૩ના રોજ બપોરે ૨-૦૦ વાગ્યાના સુમારે કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે તેમના રહેવાના સ્થળેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ થનારના વતન તપાસ કરતા યુવક ત્યાં પણ પહોચ્યો નથી. ગુમ થનાર પ્રવિણકુમાર શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને  ઉંચાઈ ૫ ફૂટ ૮ ઈંચ ધરાવે છે. જેમણે સફેદ તથા રાખોડી કલરનું શર્ટ અને બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું હતું. તેઓ હિન્દી ભાષા જાણે તથા બોલે છે. આ વ્ય્કતિની જો કોઈને ભાળ મળે તો ડુંગરી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!