Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સારવણી ગામે સાતમી સાકાર વાંચન કુટીરનું લોકાર્પણ

On: April 15, 2023 4:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
લોકાર્પણ

મહામાનવ ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ચીખલી તાલુકાના સારાવણી ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR તથા ગ્રામ પંચાયત સારવણી સંચાલિત  “સાકાર વાંચન કુટીર સારાવણી” નું લોકાર્પણ કરવામાં આવ્યું.

           કાર્યક્રમનું ઉદઘાટન ડૉ. રાકેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. તથા ઊપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ  કરવામાં આવી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો કાનજીભાઈ પટેલ , ડૉ. દિલીપભાઈ પટેલ, જસવંતભાઈ સરપંચ ગોડથલ, અશ્વિનભાઈ તા. પં.સભ્ય, જીતુભાઈ સરપંચ વેલણપુર ,  ભુલાભાઈ પટેલ (અધ્યક્ષ રૂઢિ ગ્રામ સભા) રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, રાજેશભાઈ પટેલ  સરપંચ ખારવેલ, ડૉ, વર્ષાબેન પટેલ મોડેલ સ્કૂલ માલનપાડા, ભાવિકાબેન પાનેરિયા crc સિદુંબર, અશોક પટેલ, હરેશ પટેલ,  દિવ્યાંગ ઠાકોર , મહેશભાઈ  ગરાસિયા rto કચેરી વલસાડ, જયંતિ પટેલ શીતળ છાયડો લાઈબ્રેરી સ્થાપક, સુભાષ બારોટ, મહેન્દ્ર ગરાસિયા, નિતા પટેલ વગેરેનું સન્માન પુષ્પ છોડ આપીને કરવામાં આવ્યું.

Rainbow warriors Dharampur ગ્રુપની અનોખી પરંપરા મુજબ ગામના વડીલ કાનજીભાઈ પટેલ તથા ડૉ. રાકેશ પટેલનું વ્યક્તિ વિશેષ તરીકે શાલ ઓઢાડી પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું. તથા સારવણી ગામના રક્તદાન કેમ્પમાં રક્તદાન કરતા 32 રક્તદાતાઓનું પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું.

         આ પ્રસંગે ડૉ વર્ષાબેન પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન પ્રસંગોની ઝાંખી કરાવી મહિલાઓના અધિકાર વિશે સુંદર વાતો કરી હતી. રજનીકાંત પટેલે સાકાર વાંચન કુટીર સારાવણી ગામ માટે આશીર્વાદ રૂપ બનશે એમ જણાવી ગામમાંથી IAS IPS બનશે એવી શુભકામના પાઠવી હતી. રાજેશ પટેલ (ખારવેલ સરપંચ) ગામના સરપંચ તથા સભ્યોના સાકાર વાંચન કુટીર બનાવવાના પ્રયત્નોને બિરદાવી યુવાનોને સાકાર વાંચન કુટીરનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

    ડૉ રાકેશ પટેલે જણાવ્યું હતું કે સાકાર વાંચન કુટીર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી નોકરી તો મળશે જ પરંતુ સારા પુસ્તકોના વાંચન દ્વારા એક સારા નાગરિક બની સમાજ તથા દેશ માટે પોતાનું યોગદાન આપી દેશ વિકાસમાં સહભાગી બની શકાય. 

        RAINBOW WARRIORS DHARAMPUR ના કો. ઑ. શંકર પટેલે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેન ભૂતાના યોગદાન વિશે તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટની વિવિધ સમાજોપયોગી કર્યોની ઝાંખી કરાવી સાકાર વાંચન કુટીર શરૂ કરવાના હેતુ ની વાત કરી હિતેનભાઈ ભૂતાના યોગદાનને બિરદાવ્યું હતું.

       કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ હિતેશભાઈ પટેલ , ડેપ્યુટી સરપંચ નટુભાઈ પટેલ, ભીખુભાઈ પટેલ, નિલેશભાઈ, આનંદભાઈ, ધર્મેશભાઈ, હિતેશભાઈ, સુધીરભાઈ, વિમલભાઈ, સુનીલભાઈ પટેલ , સારાવણી પ્રા. શાળાના શિક્ષકો  વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

     ક્રયક્રમનું સફળ સંચાલન તથા આયોજન હિતેશભાઈ પટેલ સરપંચ સારવણી તથા  Rainbow warriors Dharampur કો. ઑ તથા આવધા પ્રા.શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!