9 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને વાપી કોર્ટ દ્વારા ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો

On: January 30, 2023 2:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
દુષ્કર્મ કરનાર આરોપી

વાપીના પોકસો એક્ટ હેઠળનાં સ્પેશીયલ કેસમા 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનાર આરોપી એવા પ્રદીપ રાજેશ રામેશ્વર ગુપ્તાને વાપી કોર્ટના નામદાર જજ સાહેબ દ્વારા ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે.

વાપીના પોકસો એક્ટ હેઠળનાં સ્પેશીયલ કેસમા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી એવા પ્રદીપ @રાજેશ રામેશ્વર ગુપ્તાને વાપી કોર્ટના નામદાર જજ કે. જે. મોદીએ ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે. આરોપીએ વર્ષ 2020માં 7મી ફેબ્રુઆરી એ વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેતી એક 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હતી. અને મૃતદેહને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેઇ આપઘાતમાં ખપાવવાની કોશિશ કરી 

 આ સ્પેશ્યલ પોકસો કેસ અંગે વાપી કોર્ટના DGP અનિલ ત્રિપાઠીએ વિગતો આપી હતી. કે 

 22 વર્ષીય આ આરોપીની બનાવ વખતે 19 વર્ષની ઉંમર હતી. જેની સામે વિવિધ કલમો હેઠળ અને સ્પેશ્યલ પોકસો કેસ હેઠળ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. ડી જી પી અનિલ ત્રિપાઠીએ નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ Rarest of  Rare ની catagory માં પડતો હોય અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો કરી હતી.

જે આધારે નામદાર કોર્ટે IPC કલમ 302 નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 માં દેહાંત દંડ તથા IPC ની  કલમ-201 નાં ગુના માં સાત વર્ષ ની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડ નાં ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. એ ઉપરાંત આરોપીના પરિવારજનો તરફથી મૃતક બાળકીના પરિવારને 17 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાનો આ પ્રથમ કેસ છે જેમાં પોકસો હેઠળ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!