પુત્રી સાથે વાત કરતા જોઈ જતા પિતાએ પ્રેમીનો કાઢ્યો જાહેર માં વરઘોડો ..જાહેરમાં ઢોલ ધપાટ કરી કર્યો પોલીસને હવાલે ..

On: January 21, 2023 12:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ધરમપુર ત્રણ દરવાજા નજીક બનેલી ઘટનાએ સૌ કોને સ્તબ્ધ કરી દીધા હતા ધરમપુર નજીકમાં જ આવેલા એક ગામની યુવતીને એક વર્ષ બાદ મળવા આવેલ પ્રેમી યુવક બંને ચોરી છુપે ત્રણ દરવાજા નજીક વાતો કરી રહ્યા હતા ત્યારે જ અચાનક પુત્રીના પિતા આવી ચડતા યુવકને જાહેર માં ધોલાઈ કરી અને ઢોલ ધપાટ કરતા કરતા છેક પોલીસ મથક સુધી લઈ જવાયો હતો અને પોલીસને હવાલે કરાયો હતો જોકે યુવકનો બાદ માં જામીન ઉપર છુટકારો થયો હતો..પરંતુ ઘટના એ ભારે ચકચાર જગાવી છે 

ધરમપુર નજીકમાં આવેલ એક ગામ માં રહેતી ટ્વીન્કલ (નામ બદલેલ છે) જે તેમના ઘર નજીકમાં જ કામ કરવા અર્થે આવેલ આંતર જ્ઞાતિના યુવક સાથે પ્રેમમાં ગળાડૂબ હતી બન્ને વચ્ચે પ્રેમના કૂંપળો ફૂટી નીકળતા બંને એક સાથે રહેવાના સ્વપ્નો જોયા હતા પરંતુ યુવતીના પિતાને સમગ્ર બાબતની જાણ થતાં હોબાળો થયો હતો અને વાત પોલીસ મથક પહોંચી હતી જે બાદ બન્ને વચ્ચે કેટલાક અગ્રણીઓ વચ્ચે પડી સમાધાન કરાવી યુવક ને ધરમપુર બહાર મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં પણ બન્ને વચ્ચે મોબાઈલ મધ્યમ થી સંપર્કમાં જ હતા તો ગત રોજ સાંજ ના છેડે ધરમપુર ત્રણ દરવાજા પાસે યુવક એક વર્ષ બાદ ફરી ધરમપુર આવ્યો હોય બન્ને ચોરી છુપે ત્રણ દરવાજા નજીક ઉભા રહીને વાતચીત કરી રહ્યા હતા ત્યારેજ આચનક યુવતીના પિતા ત્યાં આવી ચડતા તેણે ગુસ્સે ભરાઈ યુવકને માર મારવાનું ચાલુ કરી દેતા હોબાળો થયો હતો અને ટોળું એકત્ર થઈ ગયું હતું ..જોકે જાહેરમાં કેટલાક લોકોએ પ્રેમી યુવક ઉપર હાથ સાફ પણ કરી લીધા હતા એટલુંજ નહીં એને રોડ ઉપર કપડાં ખેંચીને પોલીસ મથક સુધી લઈ જઈ પ્રેમીને પોલીસને હવાલે કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે આમ મોબાઈલ થી શરૂ થયેલ આ પ્રેમનો કિસ્સો આખરે માર ખાધા બાદ પોલીસ મથકે પૂર્ણ થયો હોય વાલી ઓ માટે સમગ્ર કિસ્સો લાલ બત્તી સમાન છે 

ત્યારે સમગ્ર કિસ્સા એ હાલ તો ધરમપુર માં ભારે ચકચાર જગાવી દીધ છે …

(નોંધ…યુવતીની ઓળખ ના થાય એ હેતુ થી નામ જાહેર કરાયું નથી.)

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!