અંબાચમાં કોન્ક્રીટ રોડની કામગીરીને કારણે વાહન ચાલકો,રાહદારી અને દુકાનદારો ત્રાહિમામ

On: December 23, 2022 4:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
કોન્ક્રીટ રોડની કામગીરી

વહાન ચાલકો ત્રાફિક જામ થી પરેશાન 

ચોમાસાના ચાર માસ માર્ગમાં પડેલા ખાડામાં લોકોની કમરના રોગો થયા બાદ હવે જાણે પોતાની ભૂલ છુપાવવા માટે વહીવટી તંત્ર જાણે કોન્ક્રીટ રોડ બનાવવા ની કામગીરી માથે લીધી છે અને એ પણ એક તરફ 500 થી 700 મીટર નો રોડ બનાવવા માં આવ્યો જેથી વાહનો માત્ર 1 તરફ જ અવર જવર કરી શકે જો એક જ લેન માં બે ભારે વાહનો સામ સામે થઈ જાય તો કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે અને તાજેતર માં જાણે અંબાચ પરિયા રોડ તો બગવાડા ટોલ ટેક્સ બચાવવા માટેનો પર્યાય બની ચુક્યો હોય એમ મોટા કન્ટેનરો ભારે વાહનો માટી ભરેલી ટ્રકો કોલસા ભરેલ હાઇવા સહિતના વાહનો અહીં થી પસાર થતા હોય બાઈક ચાલકની હાલત તો જાણે બિચારા બની ગયા છે 

અંબાચ ફોરચુન કોમ્પ્લેક્ષ થી લાઇ પારનેરા ફળીયા સુધી નો અંદાજિત 700 મીટર નો કોન્ક્રીટ રોડ એક તરફ નો બનાવી દેવામાં આવ્યો અને બન્ને તરફ ડાયવરઝન ના બોર્ડ મોકવામાં આવ્યા છે એટલે કે જ્યાં સુધી કોન્ક્રીટ રોડ બની ને તૈયાર ન થાય ત્યાં સુધી એક તરફી રોડ ઉપર જ વાહન પસાર થાય છે ત્યારે  સવારે અને સાંજના છેડે બન્ને તરફ કોઈ કોન્ટ્રાકટર ના માણસો પણ ન રહેવાને કારણે બંને તરફ થી વાહનો નો ધસારો વધતા હાલ કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે.એટલું જ નહીં રોડ બનાવવા પૂર્વે પાથરવામાં આવેલ રેતી અને ધૂળ એટલી હદે ઉડી રહી છે કે આસપાસના દુકાનદારો ને દિવસના ત્રણ થી ચાર વાર સાફ સફાઈ કરવાની ફરજ પડી રહી છે કોન્ટ્રાકટર દ્વારા મંથર ગતિ એ ચાલતા આ કામગીરી ને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ દુકાનદારો પણ ત્રાહિમામ પોકારી ગયા છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!