સતત ત્રણ ટર્મ થી ઉમેદવારની રેસમાં હોવા છતાં ટીકીટ કપાઈ જવા છતાં,પાર્ટીને સમર્પિત થઇને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું

On: November 14, 2022 1:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પાર્ટીને સમર્પિત ડમી ઉમેદવાર

ધરમપુર વિધાન સભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી માટે અનેક ઉમેદવારો રેસ માં દાવેદાર હતા જેમાં ભાજપે  પૂર્વ ધારાસભ્યને રીપીટ કરતા જ અનેક રેસમાં હતા તેઓ ના નામો કપાયા છે છતાં પણ ભાજપ પાર્ટીને સમર્પિત રહેનારા અનેક કાર્યકર્તા છે તેઓ આજે પણ પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણાવે છે અને કામ કરતા હોય છે ત્યારે છેલ્લા ૩ ટર્મ થી ગણેશ ભાઈ બીરારી  ઉમેદવાર ની રેસ માં હોવા છતાં સતત ત્રણ ટર્મ થી ટીકીટ ના મળવા છતાં નારાજ થવાને સ્થાને પોતે પાર્ટીના આદેશને શીરોમાન્ય રાખીને ફરી વખત એટલે કે ત્રીજી વખત ધારાસભ્ય અરવિંદ પટેલના ડમી તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમણે કહ્યું કે ટીકીટના મળે કે ના મળે પણ પાર્ટીને સમર્પિત થઇ કામ કરશું તો પાર્ટી સમય જતા કાર્યકર્તાની કદર કરે છે અને તે મુજબ પાર્ટીના આદેશને શીરોમાન્ય ગણીને ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોધાવી છે ગણેશ ભાઈ બીરારી એ જણાવ્યું કે તેઓ દાવેદારી કરી હતી પરંતુ પાર્ટી એ જેરીતે અરવિંદ પટેલને ટીકીટ આપી ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને અરવિદ પટેલ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે પાર્ટીનો આદેશ છે કે ડમી તરીકે તમારે ઉમેદવારી કરવાની છે તે આદેશને માની ઉત્સાહ પૂર્વક મેં સ્વીકારી છે અને મને આશા છે કે પાર્ટી અમારા જેવા સમર્પિત કાર્યકર્તાને ધ્યાને લઇ આગામી દિવસમાં કોઈને કોઈ સ્થાન જરૂર આપશે તેમણે કહ્યું કે રાજકારણમાં કોઈ પણ પદની અપેક્ષા વગર જ નિષ્ઠા પૂર્વક કામગીરી કરવી જોઈએ મેં ક્યારે પણ કોઈ આશા કે અપેક્ષા રાખીને અને આજે ભલે સતત ત્રીજી ટર્મ માં ડમી તરીકે ફરી થી ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને ૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને વડા પ્રધાન બનાવવા નો અમારો લક્ષ છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!