
રાતત બાવીસ વર્ષથી એટલે સંસ્કૃતિ , માતાજીની ભક્તિ અને સમાજ સેવાન ત્રિવેણી સંગમ જો કે છેલ્લા બે વર્ષની નવરાત્રીમાં થનગનતા હૈયા અને થીરગતા પગને કોરોના એ પોતાની બેડીમાં જકડી લીધા હતા . આ વખતે ફરી એકવાર નવરાત્રીની રાતે થનગનાટ – 2022 દ્વારા રાસ ગરબામય થશે .
આ વખતે ફરી લોકભાગીદારીથી સમાજસેવાનું અનોખું મિશન રોટરી ક્લબ ઓફ વાપી – થનગનાટ – 2022 એક યુનિક મિશન છે . રોટરી કલ્બ ઓફ વાપીના પ્રમુખ હેમાંગ નાયક અને આ વખતના આયોજનના ચેરમેન ભરતભાઈ પટેલ ના જણાવ્યા મુજબ માતાજીની ભક્તિ અને ખેલૈયાનો ઉત્સાહના અવરારની સાથે સમાજને ઉપયોગી થવાના ધ્યેય સાથે અમારું આયોજન થતું હોય છે .
આ વર્ષે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમમાંથી મફત ડાયાલેસીસ અને બાળકોના મફત હદય સર્જરીના પ્રોજેક્ટમાં વપરાશે . આ ઉપરાંત રોટરી કલ્બ ઓફ વાપી આખા વર્ષ દરમ્યાન અનેક સમાજોપયોગી કાર્યક્રમો જેવાકે હરિયા હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી , રોફેલ કોલેજ દ્વારા શિક્ષણલક્ષી , રેગ્યુલર ફ્રી ડાયાલીસીસ , બ્લડ મોબાઈલ વેન દ્વારા બ્લડ ડોનેશન ના નાના મોટા કેમ્પોનું આયોજન કરતા આવીયે છીએ . લોકો નવરાત્રી આયોજનને પસંદ કરે છે અને એટલે જ મોટી સંખ્યામાં ભાગ લેવા પહોંચી જાય છે.આ વખતના આયોજનમાં E – Dreams બ્રિજેશ કુમારના સાથી કલાકારો ગીતોની ગુંજ સાથે ધૂમ મચાવશે.વિવિધ ફૂડ સ્ટોલ તમામ સરકારી પરવાનગીઓ અને જડબેસલાક સિક્યોરિટીની વ્યવસ્થા સાથે આયોજકો સજ્જ છે . આ વખતના સહુઆયોજક પરમે Infrastructure ના સાથ સહકાર દ્વારા અને વિવિધ સંસ્થાઓ દ્વારા સુંદર રીતે ગરબા પરફોર્મ કરનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં ઇનામો પણ આપવામાં આવનાર છે . કોરોના કાળ પછી નવલી નવરાત્રીનું આયોજન ગુજરાતી ગીતોનો સાંસ્કૃતિક વારસા વચ્ચે રિધમનો તાલ મેળવતા ખેલૈયાઓ નો આનંદ જ અવર્ણનીય હશે . એ લોકો માટે યાદગાર સંભારણું બની રહેશે એવો સુર એક સાથે રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો અને રોટરેક્ટ કલબના નવ યુવાનો ના સાથ અને સહકારથી આ આયોજનની સફળતા અવિસ્મરણીય હો એવુ જણાવવામાં આવ્યું આ પ્રોજેક્ટમાં વાપી અને વલસાડ જીલ્લાની જનતાને સાથ અને સહકાર આપવા માટેની અપીલ કરવામાં આવી છે સમગ્ર માહિતી આજે પત્રકાર પરિષદ માં ડો. હેમાંગ નાયક, પ્રકાશ ભદ્રા ,ડો.નાયક સહિત રોટરી સભ્યો એ આપી હતી





