તો….અંબાચ પંડોરને જોડતો કોલક નદીનો બ્રિજ તૂટી પડશે …

On: September 18, 2022 8:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
બ્રિજ ઉપર પડેલ મોતના ખાડા

ચોમાસા દરમ્યાન અનેક રોડ ની હાલત ખરાબ થઈ છે ત્યારે વાપી તાલુકાના પંડોર અંબાચ બ્રિજને જોડતા કોલક નદીના બ્રિજ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે મોટા વાહનોના ટાયરો આરધા ખાડામાં ડૂબી જાય છે જો ત્વરિત કોઈ દુરસ્તી માટે કાર્યવાહી કરવામાં નહીં આવી તો નક્કી બ્રિજ ની વચ્ચે પડેલ ખાડા ઓને કારણે બ્રિજ તૂટી પડે તો નવાઈ નહિ 

1977 ની આસપાસમાં બનાવવામાં આવેલ કોલક નદીનો બ્રિજ આજે ચોમાસા દરમ્યાન એટલી હદે ખરાબ થઈ ગયો છે કે વાત ન પૂછો રોજિંદા હજારો વાહન ચાલકો આજ બ્રિજ ઉપર થી પસાર થાય છે જેના કારણે ખાડા વધુ ને વધુ બ્રિજ ઉપરના ઊંડા થઈ રહ્યા છે 

વારંવાર વાહન ચાલકોને અકસ્માત નો ભોગ બનવું પડી રહ્યું છે જેને કારણે અનેક લોકોને ઇજાઓ થઈ છે બ્રિજ ઉપર પડેલ ખાડા પૂરવામાં તંત્ર ને કોઈ રસ નથી સામે ચૂંટણી આવી જ રહી છે ત્યારે આવા ખાડા અને રોડો જ ઉમેદવારોની હાર નું કારણ બને તો નવાઈ નહિ 

બ્રિજ ઉપર કેબલો નાખવા માટે મોટા પાઇપો નાખી બ્રિજની ધાર ઉપર સિમેન્ટ ની પાળી કરી દેવામાં આવી છે જેના કારણે બ્રિજ ની વચ્ચો વચ જે વરસાદી પાણી ભરાય છે તે પાણી નીકળવા માટે કોઈ રસ્તો રહ્યો નથી જેના કારણે પાણી માંથી વારંવાર વાહનો પસાર થતા એક એક ફૂટ ઊંડા ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે બ્રિજના સળિયા સુધ્ધાં દેખાતા થઈ ગયા છે 

વહીવટી તંત્ર દ્વારા જો ખાડા પૂરવામાં ન આવ્યા તો ચોક્કસ પણે વચ્ચો વચ પડેલા ખાડા ને કારણે બ્રિજ તૂટી પડશે એ નક્કી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!