
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદ થી મુંબઈ પરત થઈ રહ્યા હતા ત્યારે ચારોટી નજીક સૂર્યા નદીના બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા બેના મોત થયા જેમાં સાયરસ મિસ્ત્રી નો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટના અંગે જાણકારી મળતા ઉદવાડા અગિયારીના દસ્તુરજી સહિતના પારસી અગ્રણીઓ હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા

ચારોટી પાસે થયેલા અકસ્માતમાં બે ઇજાગ્રસ્તો માં ડૉ.દારાયસ દિનશા પંડોલ,ડૉ અનાહિતા દારાયાસ પંડોલ
નો સમાવેશ થાય છે જેમને સારવાર માટે વાપીની રેમ્બો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર માટે તબીબો સારવાર શરૂ કરી છે

ઘટના ની જાણકારી મળતા જ હોસ્પિટલ આવી પહોંચેલા પારસી સમાજના ધર્મગુરુ દસ્તુરજી એ જણાવ્યું કે સાયરસના જવા થી સમાજને મોટી ખોટ પડી છે એટલુંજ નહિ તે મુંબઈ ગયા તે પહેલાં સવારે ઉદવાડા ઇરાનશાહ દર્શને પણ આવ્યા હતા અને બપોરે તેના મોતના સમાચાર જાણી ખૂબ આઘાત લાગ્યો છે .તેમના પત્ની માતા પુત્રને આઘાત સહન કરવાની ઇરાનશાહ શક્તિ આપે એવું દસ્તુરજી એ જણાવ્યું હતું





