Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાકાર વાંચન કુટીર – કાકડવેરીનું લોકાર્પણ

On: August 22, 2022 4:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
અમેરિકાના રહેવાસી ડૉ . હિતેનભાઈ ભૂતા સાહેબ ગામડું અને ગામનાલોકો પણ શિક્ષણક્ષેત્રે આગળ આવે એવા શુભ હેતુથી દાન આપતા અને એમના હેતુને સાર્થક કરતું રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના સ્થાપક શંકરભાઇ , શિક્ષકો અને યુવાનોની ટીમ દ્વારા આ ચોથી વાંચન કુટીર શરૂ કરવામાં આવી

આજ રોજ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ , રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુર અને ગ્રામ પંચાયત કાકડવેરીના સંયુક્ત ઉપક્રમે ડૉ . ઇન્તેખાબ અન્સારી સાહેબના હસ્થે સાકાર વાંચન કુટિરનું ખેરગામ તાલુકાના શિક્ષણક્ષેત્રે આગળ પડતાં ગામ કાકડવેરીમાં લોકાર્પણ થયું . અમેરિકાના રહેવાસી ડૉ . હિતેનભાઈ ભૂતા સાહેબ ગામડું અને ગામનાલોકો પણ શિક્ષણક્ષેત્રે આગળ આવે એવા શુભ હેતુથી દાન આપતા અને એમના હેતુને સાર્થક કરતું રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના સ્થાપક શંકરભાઇ , શિક્ષકો અને યુવાનોની ટીમ દ્વારા આ ચોથી વાંચન કુટીર શરૂ કરવામાં આવી . આ પ્રસંગે ડૉ . ઈંતેખાબ અંસારી દ્વારા પુસ્તકાલયનો જીવન વિકાસમાં ભૂમિકા વિશે રસપ્રદ માહિતી આપી હતી . તેમણે જણાવ્યું હતું કે ” શરીર અને મનની તંદુરસ્તી માટે જેમ બે ટંક ખોરાકની આવશ્યકતા છે તેમ પુસ્તકોનું પણ મહત્વ રહેલું છે ” . આ પ્રસંગે ડૉ.બિપિનભાઈ પટેલ દ્વારા ” શાળા એ ગામનું ઘરેણું છે અને પુસ્તકાલય પણ ગામનું ઘરેણું છે ” એમ જણાવવામાં આવ્યું હતું . પુસ્તકાલયનો ગામના બાળકો , તેમજ GPSC / UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને વાંચન કરવા ભલામણ કરી હતી . ખાસ બાબત એ હતી કે આ પ્રસંગે કાકડવેરી ગામના સરપંચ નરેશભાઈ પટેલ , કાકડવેરી જિલ્લા પંચાયતના સભ્ય સુમિત્રાબેન ગરાસિયા , પૂર્વ સરપંચ રમણભાઈ , તોરણવેરા ના સરપંચ સુનિલભાઇ ગામના નિવૃત અધિકારી અરવિંદભાઈ ગરાસિયા , ખારવેલ સરપંચ રાજેશભાઈ , મૃગમાળ ગામના સરપંચ રજનીભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા . વતનની માટીનું ઋણ ચૂકવવા ગામના જાગૃત શિક્ષકો હાજર રહી પુસ્તકાલયને જીવંત અને પ્રવૃતિમય રાખવાનો ધ્યેય નિર્ધાર કર્યો હતો . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ડૉ . વીરેન્દ્ર ગરાસિયા અને રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના તમામ સભ્યોનું બહુમૂલ્ય યોગદાન રહ્યું હતું . 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!