Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

On: July 13, 2022 9:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો

સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વિકૃતિ કરવાના ઉદ્દેશ્ય સાથે થોડાં સમય પહેલાં યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઇડ થીમ આધારિત આ સમીટમાં 300થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સે ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિષ્કાર ગ્રૂપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લાં 20 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. આવિષ્કાર 1 અબજ યુએસ ડોલરથી વધુની એસેટને મેનેજ કરે છે અને તે રોકાણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવા ઉપર કેન્દ્રિત છે.આ પ્રસંગે યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક કશ્યપ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવું માત્ર સંપત્તિ સર્જનનો જ ઉદ્દેશ્ય નહીં, પરંતુ ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવાથી સમાજ ઉપર પણ એકંદરે સકારાત્મક અસરો પેદા કરી શકાય છે.  યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક સીએ મયંક દેસાઇએ પરંપરાગત એસેટ ક્લાસ જેમકે રિયલ એસ્ટેટથી ન્યુ-એજ એસેટ ક્લાસ તરફ રોકાણકારોના બદલાતા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તથા રોકાણના ઉત્તમ વિકલ્પ અને ઇકોસિસ્ટમની રચનામાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા વર્ણવી હતી.ઉલ્લેખનીય છે કે યુનિસિન્ક એન્જલ્સ એક વૈશ્વિક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેની સાથે 25 જેટલાં સીએ અને મેન્ટર્સ જોડાયા છે, જે સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પણ આપશે. યુનિસિન્ક એન્જલ્સ દેશના 40 જેટલા ટિયર 2 અને 3 શહેરો માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ની રચના કરશે અને યુનિસિન્ક એન્જલ્સની 1000 કરોડનું ફંડ એકત્ર કરવાની ભવિષ્યની યોજના છે.
વધુ વિગત માટે વેબસાઈટ પર માહિતી મેળવો: https://unisyncangels.com/

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!