
વાપી : સુરત ખાતે ધી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ્સની ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ એફ -૨ નું ૧૮ મું ડિસ્ટ્રીક્ટ સંમેલન યોજાયું હતું , તેમાં દેશના વિવિધ ભાગોમાંથી લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા . આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ગવર્નર માટેની ચૂંટણી યોજાઈ હતી , જેમાં ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર મુકેશ પટેલ પ્રચંડ મતે ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યાં હતા . લાયન્સ ડિસ્ટ્રીકટ ૩૨૩૨ એફ -૨ ના ડિસ્ટ્રીકટ ગવર્નર અને ફર્સ્ટ તથા સેકન્ડ ડિસ્ટ્રીકટ ગવર્નર માટે યોજાયેલી ચૂંટણીમાં ૨૫૨ મતદારોએ મતદાન કર્યું હતું
જેમાં ડિસ્ટ્રીકટ ગવર્નર માટે મુકેશકુમાર પટેલની ત ૨ ફેણમાં ૨૪૪ અને ૬ મતદારોએ નેગેટિવ મતદાન કર્યું હતું અને ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર માટે દિપક પખાલેની તરફેણમાં ૨૪૪ અને ૫ નેગેટિવ જયારે સેકન્ડ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર માટે પરેશકુમાર પટેલને ૨૪૧ અને ૭ મતદારોએ નેગેટિવ મતદાન કર્યું હતું . આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઈલેક્શન કમિટીના ચેરપર્સન લા.અરવિંદ પટેલ અને કો – ચેરપર્સન લા.સંજીવ ગાંધી અને લા . સંજીવ કેસરવાનીના નેતૃત્વમાં થયું હતું અને તેમણે મત ગણતરી બાદ ડિસ્ટ્રીકટ ગવર્નર તરીકે મુકેશકુમાર પટેલ અને ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર દિપક પખાલે જયારે સેકન્ડ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર તરીકે કે પરેશકુમાર પટેલને વિજેતા જાહેર કર્યા હતા . ત્રણેય ઉમેદવારોને લાયન્સ મેમ્બરો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી . સુરતના સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલ ખાતે તા .૨૭ મી માર્ચના રોજ લાયન્સ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ એફ -૨ નું ૧૮ મું સમન્વય સંમેલન યોજાયું હતું . કાર્યક્રમમાં સંમેલનના ઉદ્ઘાટક અને ચીફગેસ્ટ લા . એ . પી . સિંહ ( પીએમજેએફ ) , સ્પેશ્યલ ગેસ્ટ લા . ડો . વી . કે . લાડિયા ( પીએમજેએફ ) , ગેસ્ટ ઓફ ઓનર તરીકે ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લા . મુકેશ પટેલ ( એમજેએફ ) , લિયો ડિસ્ટ્રીક્ટ પ્રેસીડન્ટ લા . અમન જૈન અને સેકન્ડ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લા . દિપક પખાલે ( એમજેએફ ) , સંમેલનના ચેરમેન તરીકે ડિસ્ટ્રીક્ટ ગવર્નર લા . નિશિથ કિનારીવાલા અને ફર્સ્ટ લેડી લા . પ્રીતિ કિનારીવાલા , સંમેલનના કમિટી ચેરપર્સન લા અશોક કાનૂન્ગો ( એમજેએફ ) સંમેલનના સેક્રેટરી લા.સંજય દેસાઈ , ખજાનચી લા.મહેન્દ્ર પ્રજાપતિ અને તમામ પાસ્ટ મલ્ટીપલ કાઉન્સિલ ચેરપર્સન અને તમામ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ઉપસ્થિત રહ્યાં હતા . સમન્વય સંમેલનની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ ડિસ્ટ્રીક્ટ ગવર્નર માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી , તેમાં વાપીના એજ્યુકેટર લા . મુકેશ પટેલ ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે ચૂંટાયાની અધિકૃત જાહેરાત કરાતા તેમના સાથી લાયન સભ્યો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યાં હતા












