ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલ માં મોબાઈલ ચોરી અને પાર્ક કરેલી બાઈક માંથી પેટ્રોલ ચોરી થતી હોવાની ઉઠી બૂમ 

On: February 14, 2022 11:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર અને આસપાસ ના અનેક ગામોમાં નાદુરસ્ત બનેલા લોકો સ્ટેટ હોસ્પિટલ માં સારવાર માટે અહીં આવે છે દૂર દૂર ના ગામો થી આવતા લોકો પોતાના વાહનો બાઈક લઈ ને આવતા હોય છે ત્યારે સ્ટેટ હોસ્પિટલ માં પાર્ક કરેલી બાઇકો માંથી પટ્રોલ ચોરી અને આવનારા લોકોના મોબાઈલ ની પણ હોસ્પિટલ માંથી ચોરી થઈ રહી છે 
ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં સારવાર અર્થે આવેલ દર્દીઓના પરિજનો જેઓ તેમની ખબર અંતર પૂછવા આવતા હોય ત્યારે તેઓ હોસ્પિટલ પરિસર માં વાહનો પાર્ક કરી ને જતા હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ બાઈક ચોરી થતા પોલીસ માં જાણ કરવામાં આવી હતી તો બીજી તરફ ચોરી થતી હોવાને પગલે પોલીસ દ્વારા અહીં હોમગાર્ડ મુકવામાં આવ્યા પરંતુ તેમ છતાં પણ સ્ટેટ હોસ્પિટલ ના પરિસર માં પાર્ક કરેલી બાઇકો માંથી પેટ્રોલ ચોરી થતું હોવાની બૂમ ઉઠી રહી છે તો ગઈ કાલે એક દર્દી ની ખબર લેવા આવેલ એક સ્વજન નો 39 હજાર નો મોબાઈલ ની પણ ઉઠાંતરી થઈ જતા પરિજનો દરેક સ્થળે મોબાઈલ ની શોધખોળ અને પુછ પરછ કરતા જોવા મળ્યા હતા ત્યારે અહીં સીસીટીવી કેમેરા મુકવા માં આવ્યા છે પરંતુ એ પણ ચાલુ હાલત માં છે કે નહીં તે અંગે અનેક પ્રશ્નો છે ત્યારે અહીં થતી ચોરી અટકવવા પોલીસ કોન્સ્ટેબલ ને ફરજ પર મુકવામાં આવે એવી માંગ ઉઠી રહી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!