Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે “ધ ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટ્રોનોમી ઇન એજ્યુકેશન સિસ્ટમ” વિષય પર વિજ્ઞાન વ્યાખ્યાન યોજાયું.

On: January 21, 2022 1:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર,ધરમપુર ખાતે તારીખ 19.01.2022 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ ના સહયોગથી મીટ ધ સાયંટિસ્ટ કાર્યક્રમ યોજાયો હતો.  આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠે એ ડો. વિરલ પારેખ, સાઉથ આફ્રિકન રેડિયો એસ્ટ્રૉનૉમી ઓબ્ઝરવેટરી (SARAO) એન્ડ રોડ્સ યુનિવર્સિટિ, કેપ ટાઉન, સાઉથ આફ્રિકા નું સ્વાગત કરી તેમના વલસાડ જિલ્લા ના પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમ માટે એમનો કીમતી સમય ફાળવવા માટે ધન્યવાદ આપ્યા હતા. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના વિવિધ પ્રદર્શન કક્ષ નીહાળ્યા હતા અને અત્રેની સુવિધાઓ જોઈ કહ્યું હતું કે ધરમપુર અને વલસાડ ના લોકો માટે આટલું સરસ વિજ્ઞાન કેન્દ્ર અને તેમાં ચાલતી પ્રવૃત્તિનો લોકોએ લાભ લેવો જોઈએ.  કાર્યક્રમ નું સંચાલન કરતાં પ્રજ્ઞેશ રાઠોડ, એજ્યુકેશન ઓફિસર,  જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરે આ પ્રસંગે બોલતા જણાવ્યુ હતું કે આમતો ખગોળ શાસ્ત્ર વિશ્વનું સૌથી પ્રાચીન શાસ્ત્ર છે અને ગેલેલીઓ ના સમયથી ટેલિસ્કોપ ની મદદ થી આધુનિક ખગોળશાસ્ત્ર ની શરૂઆત થઈ એમ કહી શકાય.  ડો. વિરલ પારેખે  પાવર પોઈન્ટ પ્રેજેંટેશન ના માધ્યમથી “ધ ઇમ્પોર્ટન્સ  ઓફ એસ્ટ્રોનોમી ઇન એજ્યુકેશન સિસ્ટમ” વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન આપ્યું હતું તેમના વ્યાખ્યાન માં તેમણે બ્રહ્માડ ની રચના,આપણી  નજીક ની ગેલેક્ષી, સુપર ગ્લોબુલર ક્લસ્ટર સરસ્વતી જેની શોધ IUCCA પૂના ના વૈજ્ઞાનિકો એ કરી હતી એની માહિતી પણ આપી હતી. કોસ્મિક વેબ વિષેની સમાજ આપી હતી તથા ખગોળશાસ્ત્ર ને કારણે સમાજ ને થયેલ ફાયદાઓ અને તેની આડપેદાશ  રૂપે મળેલ રોજબરોજ ના જીવન માં ઉપયોગી  વિવિધ ઉપકરણો  જેવા કે કેમેરા, MRI, સીટી સ્કેન, જીપીએસ, નાઇટ વિઝન ગોગલ્સ, વગેરે ખગોળ શાસ્ત્ર ની દેન છે એમ જણાવ્યુ હતું. રેડિયો ટેલિસ્કોપ નો ઇતિહાસ, ઓપ્ટિકલ ટેલિસ્કોપ અને રેડિયો ટેલિસ્કોપ ની કાર્યપદ્ધતી, તથા રાષ્ટ્રીય અને આંતરરાસ્ટ્રીય સ્તરે ખગોળ વૈજ્ઞાનિકો કયા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે તેના વિષે માહિતી આપી હતી. તેમજ વિધ્યાર્થીઑ ને ખગોળવિજ્ઞાન કયા કયા ક્ષેત્રો માં કારકિર્દી બનાવવામાં મદદ કરે છે તે પણ જણાવ્યુ હતું. ત્યારબાદ  શિક્ષકો એ  તેમની સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી અને તેમના પ્રશ્નોનું સમાધાન મેળવ્યું  હતું.  કાર્યક્રમ ના ભાગ રૂપે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા ટેલેસ્કોપ થી આકાશ દર્શન કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠે અને પ્રજ્ઞેશ રાઠોડ, એજ્યુકેશન ઓફિસર,  જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરે  સેલેસ્ટ્રોન સીપીસી 800 ટેલેસ્કોપ વડે ગુરુ, શનિ ગ્રહ, મૃગ નિહારિકા, કૃતિકા નક્ષત્ર, જેવા ખગોળીય પદાર્થોનું નિદર્શન કરી તેના વિષે માહિતી આપી હતી. આ કાર્યક્રમ માં વિધ્યાર્થિઓ અને શિક્ષકોએ અને મૂલાકાતીઓ મળીને 74 જેટલા લોકો એ ભાગ લીધો  હતો. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!