જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ધોરણ 6 થી વિજ્ઞાન વિષયના વૈજ્ઞાનિક રમકડાં TM નિર્માણ માટેની કાર્યશાળા આધારીત શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો

On: January 20, 2022 2:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે તારીખ 17 જાન્યુઆરી 2022 થી 19 જાન્યુઆરી 2022 દરમિયાન વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓના ગણિત – વિજ્ઞાન શિક્ષકો માટે ધોરણ 6 થી 8 વિજ્ઞાન વિષયના વૈજ્ઞાનિક રમકડાં TLM નિર્માણ કાર્યશાળા યોજવામાં આવી હતી . NEP – 2020 માં રમકડાં સાથે સંકલિત શિક્ષણ પ્રયુક્તિઓની ભલામણ થયેલ છે . આ અન્વયે ઉચ્ચ પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષકો અધ્યયન અધ્યાપન સામગ્રી વિષે જાગૃત બને અને કેટલાક ઉપયોગી TLM તૈયાર કરી શકાય તે હેતુથી એક કાર્યશિબિરનું આયોજન કરેલ હતું . આ કાર્યશાળામાં શાળાકીય ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત યોજી શકાય તેવી પ્રવૃતિઓની નિર્દેશન તથા ગણિત વિષય વિજ્ઞાન વિષય એક શૈક્ષણિક રમકડાં અને નિર્માણ કરાવ્યું હતું . વલસાડ જિલ્લાના 47 શિક્ષકોએ ભાગ લઇ 19 શૈક્ષણિક રમકડાં નો એક એવા 47 સેટ તૈયાર કર્યા જે શિક્ષકો ને પોતાની શાળામાં ઉપયોગ કરવા આપવામાં આવ્યા કાર્યશાળાના પ્રથમ દિવસે જિલ્લા વિજ્ઞાન અધિકારી  અશોક જેઠે એ ગણિત વિજ્ઞાન મંડળ ની સંકલ્પના તથા તેના શૈક્ષણિક મહત્વ વિશે સમજાવી શાળામાં ગણિત વિજ્ઞાન મંડળ ની શરુઆત કરવા પ્રોત્સાહન આપ્યું હતું અને ત્યારબાદ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા વૈજ્ઞાનિક કીટસ નું તેમજ GEOGEBRA , PHET Stellarium જેવા સિમ્યુલેશન સોફ્ટવેર ની મદદથી કેવી રીતે ગણિત વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોને સરળ રીતે બાળકોને રસપ્રદ રીતે ભણાવી શકાય તેનું નિદર્શન કર્યું હતું . શ્રી પ્રિયાંક પરમાર જૂનિયર મેન્ટર ઇનોવેશન હબ એ Arduino સોફ્ટવેર સાથે કેવી રીતે ઇલેક્ટ્રોનિક્સ ના પ્રોજેકટ બનાવી શકાય તે અંગે અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ વિષે પણ સમજૂતી આપી હતી . ડો . વિરલ પારેખ , સાઉથ આફ્રિકન રેડિયો એસ્ટ્રૉનૉમી ઓબ્ઝરવેટરી ( SARAO ) એન્ડ રોડ્સ યુનિવર્સિટિ , કેપ ટાઉન સાઉથ આફ્રિકા નું ” ધ ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટ્રોનોમી ઇન એજ્યુકેશન સિસ્ટમ ” વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન પણ યોજાયું હતું અને શિક્ષકોએ ટેલીસ્કોપ થી આકાશ દર્શન કાર્યક્રમ અંતર્ગત ગુરુ શનિ જેવા ગ્રહો ટેલેસ્કોપી નિરીક્ષણ કર્યું હતું . કાર્યક્રમ દરમ્યાન વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ની વિવિધ સુવિધાઓ નક્ષત્રાલય , ૩ ડી શો , પોપ્યુલર સાયન્સ , પરસેપ્સન ફન સાયન્સ , ડિજિટલ ગાંધી ગેલેરી , મિરર ગેલેરી , સાયન્સ પાર્ક વગેરે ની પણ મુલાકાત માણી હતી . કાર્યક્રમ માં વર્ગ સંચાલક તરીકે શ્રી કિર્દોષ ગોહિલ HTAT મુખ્ય શિક્ષક પીઠા પ્રાથમિક શાળા રહ્યા હતા . કાર્યશાળાના આયોજન માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના શ્રી વિજ્ઞાન સલાહકાર ડૉ પંકજ દેસાઈ અને ડો . વર્ષાબેન કાપડિયાએ પ્રચાર્ય , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , વલસાડ અને વલ્લભભાઇ રાઉત , પ્રજ્ઞેશ રાઠોડ , એજ્યુકેશન ઓફિસર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , ધરમપુર અને જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જઠે એ મહત્વની ભૂમિકા ભજવી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!