News વલસાડ જિલ્લામાં આજે 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા By Khabar dar - April 2, 2021 0 204 FacebookWhatsAppTwitterEmailTelegramCopy URL વલસાડ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં વલસાડ તાલુકા માં 12 પારડી માં 1 વાપી માં 5 કેસ જયારે ધરમપુર તાલુકા ના બામટી ગામે પણ કોરોના કેસ નોંધાયો છે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ના ઇન્ચાર્જ આરોગ્ય આ અધિકારી ડો. મનોજ પટેલ ની કોરોના યાદી મુજબ આજે વલસાડ જિલ્લા માં કુલ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે જેમાં ધરમપુર ના બામટી ગામે 50 વર્ષીય પુરુષ ને કોરોના પોઝિટિવ આવતા ધરમપુર આરોગ્ય વિભાગ દોડતું થયું છે ધરમપુર તાલુકા માં અત્યાર સુધીમાં કુલ 62 કરોના કેસ નોંધાઈ ચુક્યા છે હાલ ધરમપુર તાલુકા ના 9 લોકો સારવાર હેઠળ છે જયારે 1 નું કોરોના માં મોત થયું છે તો 5 લોકો કોરોના પોઝિટિવ હતા પરંતુ તેમના મોત નું કારણ કોઈ અન્ય હોવાનું આરોગ્ય વિભાગ ની આખબરી યાદી માં જણાવવા માં આવ્યું છે ત્યારે આજે બામટી ગામે 50 વર્ષીય પુરુષ ને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે