દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકી ઓમાટે જે યોજના અમલ માં મૂકી છે જેનું નામ છે શું કન્યા સમૃધ્ધિ યોજના એ યોજના થકી સમાજ ની દીકરી ઓને લાભ મળે તે હેતુ થી વલસાડ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જેટલી અલગ અલગ જાતિ ની બાળકી ઓને સરકારી ખાતું ખોલાવી આપી અને તેઓ ના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવા માટે એક ઉમદા કાર્ય હાથ ધર્યું હતું
વલસાડ માં સ્પોટ કોમ્પ્લેક્સ ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શુ કન્યા સમૃધ્ધિ યોજના હેઠળ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક સમાજ માંથી 50 જેટલી બાળકી ઓને પોસ્ટ વિભાગ ના માધ્યમ થી એક 250 રૂપિયા ભરી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ એ ખાતા ખોલાવી આપી બાળકી ઓના ભવિષ્ય ની શરૂઆત કરી તેઓ ને માટે એક ઉમદા કામ કર્યું છે..આ યોજના માં વર્ષે 12 000 જેટલું રકમ માતા પિતા ઓએ ભરવાની રહેશે ત્યાર બાદ 14 વર્ષ સુધી બાળકી ઓના માટે પૈસા તેમના વાલી ઓ ભરતા રહેશે બાળકી નું ભવિષ્ય ઉજ્જ્વળ બની જશે..છેલ્લા 6 વર્ષ થી જરૂરતમંદ અને ગરીબ બાળકો તેમજ ગરીબો માટે કામગીરી કરતું એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક ઉમદા કાર્ય કરવા આવ્યું છે આ કાર્યક્રમ માં વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન શ્રીમતી સોનલ બેન સોલંકી મુખ્ય મહેમાન રહ્યા હતા તો એમની સાથે અન્ય મહાનુભાવો માં પોસ્ટ વિભાગ તરફ થી રિયાઝ ભાઈ અઝમેરી હાજર રહ્યા હતા અને સાથે વલસાડ નગર પાલિકા ના ચીફ એન્જિનિયર હિતેશ પટેલ , વલસાડ નગર પાલિકા ના સભ્ય જાકિર ભાઈ પઠાણ, વલસાડ મુસ્લિમ સમાજ ના અગ્રણી ઝહીર ભાઈ દરિયાઈ, આરીફ ખાન(સર) તેમજ એકતા ચેરી ટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સલાઉદીન કાઝી ઉપ પ્રમુખ જુબેર ખાન ,સભ્ય તરીકે આસીમ ભાઈ હસમની, જાકિર ભાઈ મલેક, મુજીબ ભાઈ બારોબા , અપ્પુ ખાન, વસીમ શેખ, પરવેઝ શેખ, ઇરબાઝ શેખ, તેમજ અન્ય સભ્યો એ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તેમજ 50 બાળકી ઓ સાથે અલગ અલગ સમાજ ના લોકો હાજર રહ્યા હતા..